ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર નેશનલ એવૉર્ડ જીતેલી ફિલ્મ "હેલ્લારો"ની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી - Award winning film "Hellaro"

ગુજરાતી ફિલ્મનો આ સુવર્ણ સમય ગણી શકાય કારણે કે, ફિલ્મ 'હેલ્લારો' ને ઘણા નેશનલ એવોર્ડ મળ્યા પછી આ ફિલ્મની પસંદગી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ થઈ છે. વર્ષ 2019માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને ભારત સરકારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવા માટે પસંદ કરી છે.

ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર નેશનલ એવૉર્ડ જીતેલી ફિલ્મ " હેલ્લારો "ની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી.
ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર નેશનલ એવૉર્ડ જીતેલી ફિલ્મ " હેલ્લારો "ની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી.

By

Published : Jun 24, 2020, 9:24 PM IST

અમદાવાદ: ગુજરાતી ફિલ્મનો ડંકો હવે વિશ્વ કક્ષાએ વાગશે. ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી થઇ છે. વર્ષ 2019માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને ભારત સરકારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવા માટે પસંદ કરી છે. કેન્દ્રિય સૂચના-પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આજે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતના પેવેલિયનનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કર્યું હતું.

ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર નેશનલ એવૉર્ડ જીતેલી ફિલ્મ " હેલ્લારો "ની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતી યુવક અભિષેક શાહે બનાવેલી અને મહિલા સશક્તિકરણની કથા રજૂ કરતી આ ફિલ્મ ભારતમાં નેશનલ સહિત ઘણા એવોર્ડ જીતી ચૂકી છે. ફ્રાન્સના કાન્સ શહેરમાં સાત દાયકાથી ફિલ્મ ફેસ્ટિવલ યોજાય છે. આ વખતે 73મો કાન્સ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. આ ફેસ્ટિવલમાં દર્શાવવા માટે દુનિયાભરમાંથી ફિલ્મો આવતી હોય છે. તેમાં ભારતીય ફિલ્મો તો લગભગ દર વર્ષે દર્શાવવામાં આવે જ છે, પરંતુ ગુજરાતી ફિલ્મ પસંદ થઈ હોય તેવી આ પ્રથમ ઐતિહાસિક ઘટના છે.

ABOUT THE AUTHOR

...view details