દિપવીરની પ્રથમ વેડિંગ એનિવર્સરી, દીપકાએ સ્ટોરી શેર કરી - દિપવીર મનાવી રહ્યા છે પ્રથમ એનિવર્સરી
મુંબઇ: બોલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પોતાના પ્રથમ લગ્નની એનિવર્સરીની આજે ઉજવણી કરી રહ્યા છે. બોલીવુડ એક્ટર રણવીર સિંહ અને તેની પત્ની દીપિકા પાદુકોણ બોલિવૂડના પાવર કપલ છે. આ બંને 6 વર્ષ સુધી રિલેશનશીપમાં હતા. તેઓ જ્યારે કરિયરમાં ટોપ પર હતા. ત્યારે તેમણે ઇટાલીના લેક કોમોમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા. આજે તેમની પહેલી વેડિંગ એનિવર્સરી છે. આ જોડીની લવસ્ટોરી પણ સુપર ફિલ્મી છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે રામલીલા, પદ્માવત અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે પણ તેમની રિયલ લવસ્ટોરી વિશે બહુ ઓછા લોકોને ખબર છે.
![દિપવીરની પ્રથમ વેડિંગ એનિવર્સરી, દીપકાએ સ્ટોરી શેર કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5058442-thumbnail-3x2-sssss.jpg)
દિપવીર મનાવી રહ્યા છે પ્રથમ વેડિંગ એનિવર્સરી
હાલમાં જ દીપિકાએ આ અંગે તેણે એક ફોટો શેયર કર્યો હતો. જેમાં પોતાની પહેલી વેડિંગ એનિવર્સરીને લઈને દીપિકાથી વધુ તો રણવીર ઉત્સુક છે. આ વાતની સાબિતી ખુદ દીપિકાએ ઇન્સ્ટા સ્ટોરી શેર કરીને આપી હતી. તેમાં રણવીર સિંહ ફેશિયલ કરાવતો દેખાઈ રહ્યો છે. દીપિકાએ ફોટો પર લખ્યું હતું કે, ‘પોતાનાં લગ્નની પહેલી એનિવર્સરીની તૈયારીમાં રણવીર સિંહ.’
દિપવીરની પ્રથમ વેડિંગ એનિવર્સરી
Last Updated : Nov 14, 2019, 1:14 PM IST
TAGGED:
First wedding anniversary