પ્રનૂતલ બહલ અને ઝહીર ઇકબાલનું આ ગીત ખુબ જ રોમેંટિક છે. આ ગીતમાં કાશ્મીરની સુંદર વાદીઓના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. આ ગીત વિશાલ મિશ્રા અને અશીષ કૌરે ગાયુ છે.
Notebook: પ્રથમ ગીત "નઇ લગદા" રીલિઝ, વારેવારે સાંભળવાનું થશે મન - Release
ન્યૂઝ ડેસ્ક: બોલીવુડના દબંગ ખાન આજ કાલ 'નોટબુક'નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. સલમાનના બેનર હેઠળ ફરીથી એક વાર તેઓ બે નવા સ્ટાર્સને લોન્ચ કરી રહ્યા છે. 'નોટબુક'નું ટ્રેલર રીલીઝ થઇ ગયુ છે, જે લોકોને ખૂબ જ પસંદ આવ્યુ છે. અને ફિલ્મનું પહેલુ ગીત નઈ લગદા પણ રીલીઝ થઈ ગયુ છે.

File
આ ગીતને ટી-સીરીઝે પોતાના ઓફિશીયલ યુ-ટયુબ એકાઉન્ટ પરથી અપલોડ કર્યુ છે, જેને 1 કલાકમાં જ 1 લાખથી વધુ લોકોએ નિહાળ્યુ છે. "નોટબુક" 29 માર્ચના રોઝ રીલીઝ થવા જઇ રહી છે.
આ ફિલ્મ નીતીન કક્કડ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મને સલમાન ખાનના પ્રોટક્શન હેઠળ બનાવવામાં આવી છે. ફિલ્મમાં લીડ રોલ જહીર ઇકબાલ કરી રહ્યો છે. જે સલમાનના મિત્રનો પુત્ર છે અને પ્રનૂતલ બહલ મોહનીશ બહલની પુત્રી છે આ બંન્ને સ્ટાર્સ આ ફિલ્મથી ડેબ્યૂ કરવાના છે.