ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા‘, અજય દેવગનનો ફર્સ્ટ લુક રિલીઝ - Tanhaji

મુંબઈ: અભિનેતા અજય દેવગનની આગામી ફિલ્મ 'ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'ના મેકર્સે અજયનો ફર્સ્ટ લુક શેર કર્યો છે.

ajay
અજય

By

Published : Jan 4, 2020, 12:58 PM IST

Updated : Jan 4, 2020, 1:04 PM IST

આ લુકમાં અભિનેતા અજય દેવગન સ્કાવડ્રન લીડરની યૂનિફોર્મની સાથે બ્લેક ચશ્મામાં ડેશિંગ અને કુલ લાગી રહ્યાં છે. આ ફર્સ્ટ લુકમાં અજયના બેકગ્રાઉન્ડમાં ધુમ્મસમાં ફાઈટર જેટ પણ જોવા મળી રહ્યું છે.

ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વીટર પર ફર્સ્ટ લૂક શેર કરતા લખ્યું કે, #અજય દેવગન #ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં...અભિષેક દુઘાઈયા દ્વારા નિર્દેશિત ફિલ્મ...14 ઓગસ્ટ 2020માં રિલીઝ થશે.

તરણ આદર્શનું ટ્વીટ

ફિલ્મના ટ્રેલરને ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. આ સિવાય અભિનેતા અજય દેવગન હિસ્ટોરિકલ પીરિયડ ડ્રામા ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયરમાં જોવા મળશે.

આ ફિલ્મ સાથે અજય દેવગનની કરિયરમાં 100 ફિલ્મો પૂરી થશે. તાનાજી 10 જાન્યુઆરીએ રિલીઝ થશે.

Last Updated : Jan 4, 2020, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details