અભિનેત્રી સારા અલી ખાન અને વરુણ ધવનની આગામી ફિલ્મ કુલીનં-1 નુ શુટિંગ ચાલી રહ્યુ છે. ધણીવખત આ શુટિંગ ગોરેગાંવ સ્થિત ફિલ્મસ્તાન સ્ટુડિયોમાં કરવામાં આવે છે. પરંતુ, બુધવારે બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ ફિલ્મસ્તાન સ્ટુડિયોમાં આગ લાગી હતી. પરંતુ, આ આગ પર તુરંત જ કાબુ મેળવાતા જેકી ભગનાનીએ ટ્વીટનાં માધ્યમથી આભાર વ્યકત કર્યો હતો. જો કે, આ ધટના ફિલ્મ જગતમાં ઘણી ચર્ચાનો વિષય બની હતી. જાણવા મળ્યું આવ્યું છે કે, જેકીએ આગને લઈને ફેલાયેલી ઘણી અફવાઓને ખોટી સાબિત કરવા માટે ટ્વીટ કર્યુ હતું.
કુલી નંબર 1' નાં સેટ પર લાગી આગ, આગ પર કાબુ મેળવાતા જેકીએ આભાર વ્યક્ત કર્યો - sara ali khan latest news
મુંબઈ: પ્રોડ્યુસર જેકી ભગનાનીએ ટ્વીટ કરતા કહ્યું કે, કુલી નં-1નાં સેટ પર આગ લાગવાની સાથે જ ફાયરબ્રિગેડની મદદથી આગ પર કાબુ મેળવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇને પ્રોડ્યુસરે BMC અને ફાયરબ્રિગેડનો ટ્વીટનાં માધ્યમથી આભાર વ્યકત કર્યો હતો.
કુલી નંબર 1' નાં સેટ પર લાગી આગ, આગ પર કાબુ મેળવાતા જેકીએ આભાર વ્યક્ત કર્યો
કુલી નં-1ની રિમેકમાં વરુણ અને સારા પહેલી વાર એક સાથે પડદા પર જોવા મળશે. ફિલ્મમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ, જોની લીવર મહત્વની ભુમિકા ભજવશે. ફિલ્મમાં હુસ્ન હે સુહાના....ગીતને રીક્રિએટ કરવામાં આવશે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. આગામી વર્ષે 1 મે ના રોજ ફિલ્મ રિલીજ થશે.