ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Pornography Case: રાજ કુંદ્રાની કંપનીના 3 પ્રોડ્યૂસર્સ વિરુદ્ધ FIR નોંધાઇ

પોર્નોગ્રાફી મામલે ધરપકડ કરાયેલા રાજ કુંદ્રા(Raj Kundra) પર મુંબઇ ક્રાઈમ બ્રાન્ચ કાર્યવાહી કરી રહી છે. ગુરુવારે રાજ કુંદ્રા અને અભિનેત્રી ગહના વશિષ્ઠ(Actress Gehana Vasisth)ની કંપની સાથે સંકળાયેલા ત્રણ નિર્માતાઓ સામે એફઆઈઆર(FIR) નોંધવામાં આવી છે.

રાજ કુંદ્રાની કંપનીના 3 પ્રોડ્યૂસર્સ વિરુદ્ધ એફઆરઆઇ નોંધાઇ
રાજ કુંદ્રાની કંપનીના 3 પ્રોડ્યૂસર્સ વિરુદ્ધ એફઆરઆઇ નોંધાઇ

By

Published : Jul 29, 2021, 2:10 PM IST

Updated : Jul 29, 2021, 5:08 PM IST

  • ત્રણ નિર્માતાઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે
  • આ કેસ માલવણી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે
  • સુનંદા શેટ્ટીએ જમીન સોદા કેસમાં સુધાકર ઘર નામના વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે

મુંબઇ: રાજ કુંદ્રા (Raj Kundra)અને અભિનેત્રી ગહના વશિષ્ઠ(Actress Gehana Vasisth)ની કંપની સાથે જોડાયેલા ત્રણ નિર્માતાઓ સામે એફઆઇઆર (FIR)નોંધવામાં આવી છે. મુંબઇ પોલીસ મુજબ અશ્લીલતાની ઘટનામાં મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલને સોંપવામાં આવેલા બિઝનેસમેન અને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા(Raj Kundra) અને એકટ્રેસ ગહના વશિષ્ઠની કંપનીના 3 પ્રોડ્યૂસર્સ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ માલવણી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો- રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીનું લેપટોપ, આઈપેડ અને ફોન તપાસ માટે Gandhinagar FSL લવાયા

આઈપીસી સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે

અન્ય એક કેસમાં શિલ્પા શેટ્ટી(Shilpa Shetty)ની માતા સુનંદા શેટ્ટીએ જમીન સોદા કેસમાં સુધાકર ઘર નામના વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ બનાવટી દસ્તાવેજોની મદદથી સુનંદાને આ જમીન 1.6 કરોડમાં વેચી હતી. આઈપીસી સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Last Updated : Jul 29, 2021, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details