ચંદીગઢ : 'બિગ બોસ' ની સ્પર્ધક શહેનાઝ ગિલના પિતા સંતોખ સિંહ સુખ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. આ મામલે તેના પર અમૃતસરમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
શહેનાઝ ગિલના પિતા પર લાગ્યો દુષ્કર્મનો આરોપ, FIR નોંધાઈ - ભૂલા દુંગા
'બિગ બોસ 13' માં પંજાબની કેટરિનાનો ખિતાબ મેળવનાર શહેનાઝ ગિલના પિતા સંતોખ સિંહ સુખ પર અમૃતસરમાં દુષ્કર્મનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
શહેનાઝ ગિલ
19 મેં ના દાખલ કરાયેલી એફઆઇઆરમાં તેના પર આઇપીસી કલમ 376 અને 506 લગાવવામાં આવી છે. પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીએ પહેલા મહિલાને ગન પોઇન્ટ પર ધમકી આપી હતી. ત્યારબાદ તેને વાસનાનો શિકાર બનાવ્યો હતો.
શહેનાઝે બિગ બોસથી બહાર આવ્યા પછી સિદ્ધાર્થ શુક્લા સાથે પહેલો મ્યુઝિક વીડિયો 'ભૂલા દુંગા' કર્યો. જે લાંબા સમય સુધી યુટ્યુબ પર ટ્રેન્ડ કરતો હતો.