ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Fim RRR Release : ફિલ્મ RRR 7 જાન્યુઆરીએ રિલીઝ નહીં થાય, નિર્માતાઓએ લીધો નિર્ણય - કોરોના વાયરસની ત્રીજી તરંગ

'બાહુબલી'ના દિગ્દર્શક એસએસ રાજામૌલીની (Director SS Rajamouli Film List) મેગા બજેટ ફિલ્મ 'RRR' (Fim RRR Trailer) ફરી એકવાર રિલીઝ નહીં થાય. આ નિર્ણય ફિલ્મ નિર્માતાઓ દ્વારા લેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, અજય દેવગન, જુનિયર એનટીઆર સહિત રામ ચરણ જેવા દમદાર કલાકારોનો સમાવેશ છે. ફિલ્મ 'RRR' પહેલા 7 જાન્યુઆરીના રિલીઝ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

Fim RRR: ફિલ્મ RRR 7 જાન્યુઆરીએ રિલીઝ નહીં થાય, નિર્માતાઓએ લીધો નિર્ણય
Fim RRR: ફિલ્મ RRR 7 જાન્યુઆરીએ રિલીઝ નહીં થાય, નિર્માતાઓએ લીધો નિર્ણય

By

Published : Jan 2, 2022, 12:34 PM IST

હૈદરાબાદ:'બાહુબલી'ના નિર્દેશક એસએસ રાજામૌલીની (Director SS Rajamouli Film List) મેગા બજેટ ફિલ્મ 'RRR'ને (Fim RRR Trailer) રિલીઝ કરવાથી થંભાવી દેવામાં આવી છે. ફિલ્મ RRR 7 જાન્યુઆરીના સિનેમાઘરોમાં રીલિઝ થશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ કોરોનાના વધતા જતા કેસોને પગલે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. હાલ હજુ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.

ફિલ્મ 'RRR' પાંચ ભાષામાં રિલીઝ થશે

આ પહેલા પણ આ ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત આગળ ધપાવવામાં આવી છે. ફિલ્મ 'RRR' તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ઉપરાંત હિન્દી સહિત કુલ 5 ભાષાઓમાં (Fim RRR Release in 5 Languages) રિલીઝ થશે.

ફિલ્મ 'RRR' એક પીરિયડ ડ્રામા ફિલ્મ

ફિલ્મ 'RRR' એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. આ એક્શન ડ્રામા ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ઉપરાંત હિન્દીમાં પણ રિલીઝ થશે. ફિલ્મ 'RRR'નું બજેટ આશરે 300 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે, ત્યારે આટલા વિશાળ બજેટને પગલે મેકર્સ કોઈ જોખમ લેવા માંગતા નથી. આ સાથે કોરોનાના ત્રીજા મોજાના (Third Wave Of Coronavirus) આકરા સ્વરૂપને જોતા કેન્દ્ર સરકાર પણ સતર્ક થઇ ગઇ છે તેમજ તમામ રાજ્ય સરકારો પણ કડક પગલાં લઈ રહી છે. આવતા સપ્તાહ સુધીમાં કોરોનાની માર્ગદર્શિકા (Corona Guideline) વધુ કડક બની શકે તેવી શક્યતા છે.

આ પણ વાંચો:

Bollywood Year Ender 2021: રણવીર-દીપિકા માલદીવ જવા થયા રવાના, આ વર્ષે આ 8 કપલે પણ અહીં રજાઓ માણી હતી

Another Complaint filed against Kangana Ranaut: કંગના રણૌત સામે ફરી દાખલ થઈ ફરિયાદ, જાણો હવે શું કરી બબાલ

ABOUT THE AUTHOR

...view details