ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફિલ્મ નિર્માતા રજત મુખર્જીનું લાંબી બીમારી બાદ નિધન, મનોજ બાજપાઈએ શોક વ્યક્ત કર્યો

બોલિવૂડ નિર્દશક રજત મુખર્જીનું શુક્રવારે લાંબી બીમારીના કારણે નિધન થયું હતું. અભિનેતા મનોજ બાજપેયીએ સોશિયલ મીડિયા પર નિધનના સમાચારની પુષ્ટિ કરી હતી.

Filmmaker Rajat
ફિલ્મમેકર રજત

By

Published : Jul 19, 2020, 1:29 PM IST

Updated : Jul 19, 2020, 2:39 PM IST

મુંબઇ: વર્ષ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પ્યાર તૂને ક્યા કિયા’ના નિર્દશક રજત મુખર્જીનું શુક્રવારે લાંબી બીમારીના કારણે નિધન થયું હતું. ફિલ્મ નિર્માતાના નિધન પર બોલીવૂડમાં શોક ફેલાઇ ગયો હતો. કેટલાંય ફિલ્મી સિતારોએ ટ્વીટ કરીને દુ:ખ વ્યકત કર્યું હતું.

બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયીએ ટ્વીટ કરીને લખ્યું કે, 'મારા મિત્ર અને ફિલ્મ 'રોડ'ના નિર્દશક રજત મુખર્જીનું લાંબી બીમારીથી જયુપરમાં નિધન થયું. રજતની આત્માને શાંતિ મળે. હજી પણ વિશ્વાસ નથી કે, હવે અમે ક્યારેય નહીં મળી શકીએ. તે જ્યાં પણ રહે ખુશ રહે.’

હંસલ મહેતાએ પણ ટ્વીટ કરીને લખ્યું કે, 'હમણાં જ એક પ્રિય મિત્રના નિધનના સમાચાર મળ્યાં. 'પ્યાર તૂને ક્યા કિયા' તથા 'રોડ'ના રજત મુખર્જી મુંબઈમાં અમારા શરૂઆતના સંઘર્ષના એક મિત્ર હતાં. પ્રિય મિત્ર તારી યાદ હંમેશાં આવશે.'

ફિલ્મ નિર્માતા અનુભવ સિંહાએ ટ્વીટ કરીને લખ્યું કે,'એક બીજો મિત્ર પણ જલ્દીથી જતો રહ્યો. નિર્દશક રજત મુખર્જી (પ્યાર તૂને ક્યા કિયા, રોડ) છેલ્લાં કેટલાંય સમયથી જયપુરમાં સ્વાસ્થ્ય સંબંધિત બીમારીનો સામનો કરી રહ્યાં હતાં. રજત મુખર્જીએ પોતાના કેરિયરની શરૂઆત રામગોપાલ વર્માની રોમેન્ટિક થ્રિલર ફિલ્મ 'પ્યાર તુને ક્યા કિયા' થી કરી હતી. ત્યારબાદ તેમણે 'રોડ' ફિલ્મનું નિર્દશન કર્યું હતું.

તેમણે 2004માં એક રોમેન્ટિક ફિલ્મ લવ ઇન નેપાળનું પણ નિર્દશન કર્યું હતું. તેમણે ક્રાઇમ ડ્રામા ટીવી સિરીઝ ઇશ્ક કિલ્સનું પણ નિર્દશન કર્યું હતું.

Last Updated : Jul 19, 2020, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details