ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઋષિ કપૂર હવે કેન્સરમુક્ત, ફિલ્મ નિર્માતા રાહુલે આપી માહિતી - CANCER

મુંબઇ: બોલીવુડ સ્ટાર ઋષિ કપૂર ઘણા દિવસોથી પોતાની બીમારીના કારણે ખૂબ ચર્ચામાં છે. પ્રાપ્ત માહિતી મુજબ, હવે તેઓ કેન્સરમુક્ત થઇ ગયા છે. આ વિશેની માહિતી ફિલ્મ નિર્માતા રાહુલ રવૈલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરીને આપી હતી. જો કે, હજુ સુધી ઋષિ કપૂર કે નીતૂ કપૂર તરફથી આ બાબતે કોઇ માહિતી મળી નથી.

ઋષિ કપૂર હવે કેન્સરમુક્ત, ફિલ્મ નિર્માતા રાહુલે આપી માહિતી

By

Published : Apr 30, 2019, 8:24 PM IST

ફિલ્મ નિર્માતા રાહુલ રવૈલે ફેસબુક પર ઋષિ કપૂર સાથે ફોટો પોસ્ટ કર્યો છે. સાથે જ તેમણે લખ્યું છે કે, ઋષિ કપૂર (ચિંટુ) હવે કેન્સર ફ્રી છે. આ પોસ્ટ પર અભિનેતાના ફેન્સે શુભકામના આપતા પ્રાર્થના કરી કે, ઋષિ કપૂર તંદુરસ્ત રહે.

ઋષિ કપૂર હવે કેન્સરમુક્ત, ફિલ્મ નિર્માતા રાહુલે આપી માહિતી

ઋષિ કપૂર ગત વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સારવાર માટે ગયા હતા. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિશે જાણકારી આપી હતી કે, તેઓ સારવાર માટે અમેરિકા જઇ રહ્યા છે. પરંતુ તેમને કઇ બીમારી થઇ છે, તેના વિશે તેમણે કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. ત્યાં સુધી કે તેમના કુટુંબના બધા જ સભ્યોએ પણ આ વિશે હજુ સુધી ચુપ્પી સાધી છે.

નવા વર્ષના દિવસે નીતૂ કપૂરની એક પોસ્ટના કારણે આ ચર્ચા શરુ થઇ ગઇ હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 'હું આશા કરૂ છું કે કેન્સર માત્ર એક રાશિ બનીને રહે'. જો કે, ત્યારબાદ પણ નીતુ કપૂરના કુટુંબમાંથી કોઇએ પણ આ વાત પર મોહર લગાવી ન હતી કે ઋષિ કપૂર ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહ્યા છે. જો કે, હવે રાહુલ રવૈલની પોસ્ટ બાદ આ વાત સાફ થઇ ગઇ છે. હવે ફક્ત કપૂર પરિવાર તરફથી કોઇ નિવેદનની રાહ જોવી રહી.

ABOUT THE AUTHOR

...view details