મુંબઇ: વર્ષ 2020 ખૂબ ખરાબ વર્ષ સાબિત થઈ રહ્યું છે. કોરોના, ચક્રવાત અને બીજી અનેક મુશ્કેલીઓ જોવા મળી રહી છે. આ સાથે ફિલ્મ જગતમાંથી દરરોજ કોઈકના ને કોઇકના મૃત્યુના સમાચાર પણ ખૂબ જ દુખી કરી રહ્યા છે. ત્યારે ગુરુવારે સવારે રોમેન્ટિક ફિલ્મોના ભગવાન તરીકે જાણીતા બાસુ ચેટર્જીના સમાચાર સાંભળીને ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
93 વર્ષીય બાસુના નિધનના સમાચારને IFTDAના અશોક પંડિતે ટ્વિટર પર શેર કર્યા છે.