ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'દબંગ 3'ના પ્રમોશન માટે હૈદરાબાદ પહોચ્યાં ફિલ્મના સ્ટારકાસ્ટ - hyderabadpromote

હૈદરાબાદ : 'દબંગ 3'ની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. સિતારાઓ હૈદરાબાદમાં પહોચ્યાં છે અને ફિલ્મને પ્રમોટ કરી રહ્યા છે.

હૈદરાબાદ
ETV BHARAT

By

Published : Dec 19, 2019, 7:03 PM IST

બૉલીવુડ દબંગ ખાનની ફિલ્મ દબંગ 3ની ઘોષણા બાદ સુપરસ્ટાર તેમના સહ-કલાકારો સાથે અલગ-અલગ પ્લેટફોમ પર ફિલ્મ પ્રમોશન કરતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ સાઉથ આફ્રિકાની ભાષામાં રિલીઝ થશે. જેને લઈ દર્શકો સુધી પહોચવા માટે સલમાન દક્ષિણી રાજ્યોના પ્રવાસે છે.

સલમાન તેમના કો-સ્ટાર સોનાક્ષી સિંહા, કિચ્ચા સુદીપ, સાંઈ માંજેકર અને ફિલ્મના નિર્દેશક પ્રભુ દેવાની સાથે હૈદરાબાદ પહોચ્યાં છે. કાર્યક્રમમાં તેમની સાથે સુપરસ્ટાર દગ્ગુબાતી વેંકટેશ અને રામ ચરણ ઉપસ્થિત રહ્યા હતા.

રામ ચરણે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

દબંગના આ ત્રીજા ભાગમાં સોનાક્ષી સિંહા રજ્જોના પાત્રમાં જોવા મળશે. અરબાઝ ખાન, મક્ખનચંદ પાંડેની ભુમિકા ફરી નિભાવશે. ફિલ્મમાં દક્ષિણના સુપર સ્ટાર સુદીપ ખલનાયકના રૂપમાં જોવા મળશે. તો ચુલબુલ પાંડે સાથે રોમાન્સ કરતી જોવા મળશે અભિનેતા મહેશ માંજરેકરની પુત્રી સાંઈ માંજેકર, તે આ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરી રહી છે. દબંગ 3ના ટ્રેલર અને ગીતના પ્રશંસકોને ખુબ પસંદ આવી રહ્યા છે. દર્શકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details