ગુજરાત

gujarat

ETV Bharat / sitara

RRR જોતા એક યુવકનુ મોત, યુવકના ઘરે છવાયો માતમ - RRR fan died

એસએસ રાજામૌલીની ફિલ્મ RRR (Film RRR) આજે રિલીઝ થઇ ગઇ છે. કોરોનાને કારણે ઘણી ફિલ્મો રિલીઝ થતી અટકાવી દેવાય હતી. જેમાં આ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મને લઇને લોકોમાં ભારે કુતુહલ અને જોવાનો એક અલગ જ ઉત્સાહ હતો. આ ઉત્સાહને પગલે એક યુવક આજે થિયેટરમાં આ ફિલ્મ જોવા પહોંચ્યો હતો. આ વચ્ચે તેનુ નિધન થતા માતમ છવાય (RRR fan died) ગયો હતો.

Film RRR: RRR જોતા એક યુવકનુ મોત, યુવકના ઘરે છવાયો માતમ
Film RRR: RRR જોતા એક યુવકનુ મોત, યુવકના ઘરે છવાયો માતમ

By

Published : Mar 25, 2022, 4:38 PM IST

ન્યૂઝ ડેસ્ક: એસ. એસ રાજામૌલીની ફિલ્મ 'RRR' (Film RRR) 25 માર્ચે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઇ છે. ફિલ્મની લાંબી રાહ જોયા બાદ તે સિનેમા હોલમાં પહોંચી જ ગઇ. ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટ જુનિયર એનટીઆર અને રામ ચરણના ચાહકો ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેઓ ફિલ્મની રિલીઝની ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મ જોતી વખતે એક યુવકને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ લઈ જવામાં આવતો હતો. આ દરમિયાન રસ્તામાં તેનું મોત (RRR fan died)થઈ ગયું.

આ પણ વાંચો:ઐશ્વર્યા રજનીકાંતે ધનુષથી અલગ થયા બાદ કર્યું આવુ...

રસ્તામાં જ મોત: આંધ્રપ્રદેશના અનંતપુરમાં એસવી થિયેટરમાં એક યુવક RRR ફિલ્મ જોઇ રહ્યો હતો. આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો. આ બાદ તેના મિત્રો સારવાર માટે તેને હોસ્પિટલ લઇ જઇ રહ્યા હતા, પરંતુ તેનુ રસ્તામાં જ મોત નીપજ્યું હતું, જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ડોક્ટરોએ પણ તેને મૃત ઘોષિત કર્યો હતો. આ અકસ્માતને કારણે ઓબુલેસુનો પરિવાર અને મિત્રો આઘાતમાં છે.

આ પણ વાંચો:આખરે શ્રદ્ધા કપૂરે તેના બ્રેક અપની અફવા પર આપી કઈક આવી પ્રતિક્રિયા

ABOUT THE AUTHOR

...view details