ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Film Review: "RAW" વર્ષ 1971ના યુદ્ધમાં લઇ જશે જૉન

ન્યૂઝ ડેસ્ક : દિગ્દર્શક રૉબી ગરેવાલની આ ફિલ્મ થ્રિલરની સાથે રોમાંસ પણ પીરસે છે. ફિલ્મની વાર્તા વર્ષ 1971ની છે, જ્યારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે પૂર્વ પાકિસ્તાન(બાંગ્લાદેશ)ને લઇને તણાવ ચાલી રહ્યો છે. રોમિયો અલી(જ્હોન અબ્રાહમ) એક બેંકમાં કામ કરે છે અને સાથે જ થિયેટરમાં પણ રસ ધરાવે છે. આ સાથે ફિલ્મ અનેક વખત પાટા પર આવતાની સાથે રસ્તો બદલતી રહે છે. તેથી ફિલ્મ સંપૂર્ણ રીતે તેનું મહત્વ ગુમાવી બેસે છે.

ROMEO

By

Published : Apr 5, 2019, 8:17 PM IST

ફિલ્મ 'રોમિયો અકબર વોલ્ટર'ની શરુઆત ગંભીર રીતે ઘાયલ થઇને પડેલા જ્હોન અબ્રાહમથી થાય છે. વિલન જ્હોનની તરફ વધે છે અને પાસે આવીને તેના નખ ઉખાડી નાખે છે. આ દ્રશ્ય બાદ એક એવી ચીસ સંભળાય છે, જે તમારુ હ્રદય થંભાવી દેશે. પરંતુ પછી પ્લોટ તરત જ બીજો રસ્તો પકડી લે છે.

ફિલ્મમાં બધુ જ નોર્મલ ચાલતું હોય છે, જ્યારે રૉ ચીફ શ્રીકાંત રાય(જેકી શ્રોફ)ની નજર રોમિયો પર પડે છે અને તે રોમિયોને અકબર મલિક બનાવીને જાસુસ તરીકે પાકિસ્તાન મોકલવાનો પ્લાન બનાવે છે. અકબરને પાકિસ્તાન જઇને પૂર્વ પાકિસ્તાનના ઇન્ડિયન બેસમાં થનારા બ્લાસ્ટ સંબંધિત ખૂફિયા જાણકારી લાવવાની હોય છે. બધુ જ પ્લાન પ્રમાણે ચાલતું હોય છે, જ્યારે અકબરના કવરને ISI એજન્ટ ખુદાબક્શ ખાન(સિકંદર ખેર) ઉડાવી દેય છે.

ફાઇલ ફોટો


ફિલ્મના પ્લોટમાં કેટલાક રોમાંચક ટ્વીસ્ટ નાખવામાં આવ્યા છે, જે ફિલ્મને દિલચસ્પ બનાવે છે. પરંતુ નિર્દેશક રૉબી ગરેવાલને ફિલ્મના ફર્સ્ટ હાફને એટલું ધીમું રાખ્યું છે કે, તે બોર કરે છે. ફર્સ્ટ હાફમાં ઘણાં પાત્રોને સામે લાવવામાં આવે છે, જે દર્શકોને સસ્પેન્સમાં ઢળવાની તક આપતી નથી. ફિલ્મનો સેકન્ડ હાફ વાર્તાને ફરી એક વખત ઉપર ઉઠાવે છે અને તમને જકડે છે.

કલાકારોના પરફોર્મન્સની વાત કરીએ તો, જ્હોન અબ્રાહમે ઘણી જ સત્યતા સાથે આખી ફિલ્મને પોતાના ખભે ઉપાડી છે. મૌની રોયને ફિલ્મમાં પોતાની અભિનય ક્ષમતા બતાવવાની તક આપવામાં આવી નથી. જૈકી શ્રોફે પોતાનો ભાગ ઉમદા રીતે ભજવ્યો છે. સિકંદર ખેરની પણ મહેનત દેખાય છે.

ફાઇલ ફોટો

ફિલ્મનું સંગીત પ્રભાવશાળી નથી, બની શકે કે થિયેટરની બહાર નીકળ્યા બાદ તમને કોઇ ગીત યાદ પણ ન રહે. તપન તુષાર બસુની સિનેમેટોગ્રાફી પ્રભાવશાળી છે. ફિલ્મના એડિટિંગમાં ખામી દેખાય છે. દિગ્દર્શક રૉબી ગરેવાલ આપણને ફિલ્મ સાથે જોડાવાની તક આપતા નથી.

ABOUT THE AUTHOR

...view details