ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Film Nayika Devi Poster Release: ગુજરાતી સિનેમાનો આવ્યો યુગ, ગુજરાતની ઐતિહાસિક ફિલ્મ 'નાયિકા દેવી'નુ પોસ્ટર રિલીઝ - ફિલ્મ 'નાયિકા દેવી' ક્યારે રિલીઝ

ગુજરાતી સિનેમામાં આ ફિલ્મનું, જ્યારે એલાન કરવામાં આવ્યું હતું એ ક્ષણને ઐતિહાસિક ક્ષણ કહી શકાય. કારણ કે, ગુજરાતી સિનેમામાં (Gujarati Film) પ્રથમવાર ઐતિહાસિક ફિલ્મનું નિર્માણ થવા જઇ રહ્યું છે. એવુ લાગી રહ્યું છે કે, ગુજરાતી સિનેમાનો હવે સમય આવ્યો છે. ગુજરાતી સિનેમામાં પણ હવે ફિલ્મ હેલ્લારો, 21મું ટિફીન અને તાજેતરમાં રિલીઝ થયેલી પરેશ રાવલની ફિલ્મ 'ડિયર ફાધર' અને હવે ઐતિહાસિક ફિલ્મ 'નાયિકા દેવી' જેવી ફિલ્મો (Film Nayika Devi Poster Release) બની રહી છે. જાણો ફિલ્મ 'નાયિકા દેવી' ક્યારે રિલીઝ (Film Nayika Devi Release) થશે.

Film Nayika Devi Poster Release: ગુજરાતી સિનેમાનો આવ્યો યુગ, ગુજરાતની ઐતિહાસિક ફિલ્મ 'નાયિકા દેવી'નુ પોસ્ટર રિલીઝ
Film Nayika Devi Poster Release: ગુજરાતી સિનેમાનો આવ્યો યુગ, ગુજરાતની ઐતિહાસિક ફિલ્મ 'નાયિકા દેવી'નુ પોસ્ટર રિલીઝ

By

Published : Mar 9, 2022, 1:49 PM IST

ન્યૂઝ ડેસ્ક: ભારતની યોદ્ધા રાણી 'નાયિકા દેવી' પર ગુજરાતીમાં ફિલ્મ (Gujarati Film) બનવા જઇ રહી છે. જેનું એક પોસ્ટર પણ રિલીઝ (Film Nayika Devi Poster Release) થઇ ગયું છે. સામાન્ય રીતે બધા રાણી લક્ષ્મીબાઇ, રાણી દુર્ગાવતી, મહારાણી તારાબાઇ વગેરે સ્ત્રી યોદ્ધાઓના સાહસ અને તેમના જીવનની વાર્તાઓ સાંભળીને જ મોટા થયા છીએ. 12મી સદીની ભારતની પ્રથમ યોદ્ધા રાણી, જેમની બહાદુરી અને હિંમતે શકિતશાળી મુહમ્મદ ગોરીને પરાસ્ત કર્યો હતો.

નાયિકા દેવીના રોલમાં આ અભિનેત્રી આવશે નજર

આ અનસંગ ફાઇટર વિશે લિરિકલ બનાવવા માટે અ ટ્રી એન્ટરટેઇનમેન્ટ તેની સર્વશ્રેષ્ઠ ડ્રામા ફિલ્મ 'નાયિકા દેવી-ધ વોરિયર ક્વીન' સાથે આવી રહ્યું છે. આ ફિલ્મમાં બહુમુખી પ્રતિભા ધરાવનાર અભિનેત્રી ખુશી શાહ નાયિકા દેવીના રોલમાં નજર આવશે. આ ફિલ્મની થોડા મહિના પહેલા નિર્માતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર જાહેરાત કરી હતી, ત્યારથી નેટીઝન્સમાં આ ફિલ્મને લઇને આતુરતા છવાઇ છે. આ અત્યાર સુધીની સૌથી વધુ રાહ જોવાતી અને સૌથી મોટી ગુજરાતી ફિલ્મ છે. કારણ કે આ ફિલ્મ એક પિરિયડ ડ્રામાં ફિલ્મ છે.

આ પણ વાંચો:Happy Birthday Zakir Hussain: વિશ્વમાં ભારતીય સંગીતનો શંખ વગાડનાર મહાન સમ્રાટ ઝાકિર હુસૈનની આ ખાસ વાત જાણો

આ ફિલ્મનું નિર્માણ આ વ્યકિતએ કર્યું...

આ ફિલ્મનું નિર્દેશન નીતિન જી દ્વારા કરવામાં આવ્યું છે. જેઓ સાવરકર અને એશ્વમેઘમ જેવી અન્ય સફળ ફિલ્મોના પણ દિગદર્શક છે. આ ફિલ્મનું નિર્માણ ઉમેશ શર્માએ કર્યું છે, જ્યારે ફિલ્મમાં સંગીત પાર્થ ઠક્કરે આપ્યું છે અને ગીતો ચિરાગ ત્રિપાઠીએ લખ્યાં છે. જણાવીએ કે આ ફિલ્મ સિનેમામાં 6 મે 2022ના રોજ રિલીઝ (Film Nayika Devi Release) કરવામાં આવશે.

Film Nayika Devi Poster Release: ગુજરાતી સિનેમાનો આવ્યો યુગ, ગુજરાતની ઐતિહાસિક ફિલ્મ 'નાયિકા દેવી'નુ પોસ્ટર રિલીઝ

ફિલ્મ અંગે વાત કરતા દિગ્દર્શક નીતિન જીએ કહ્યું...

ફિલ્મ અંગે વાત કરતા દિગ્દર્શક નીતિન જીએ કહ્યું, "ઐતિહાસિક મૂવીનું નિર્દેશન કરવુ એ કેકવોક નથી અને બધું બરાબર હોવું જોઇએ. અમે દરેક નાની-નાની બાબતોનું ચિવટપૂર્વક ધ્યાન રાખ્યું છે. હું આશા રાખું છું કે આ ફિલ્મને ભરપૂર પ્રેમ મળશે".

જાણો નાયિકા દેવી વિશે....

નાયિકા દેવી કંદબ (ગોવા) ના મહામંડેલશ્વર પર્માંડીના પૂત્રી હતી. હવે ખાસ વાત એ છે કે, તેઓ ગુજરાત સુધી કઇ રીતે પહેંચ્યાં હતા. એ વાતનો ખુલ્લાસો તો ફિલ્મમાં જ કરવામાં આવશે.

આ પણ વાંચો:Film James release date: 'પાવર સ્ટાર' પુનીત રાજકુમારની છેલ્લી ફિલ્મ 'જેમ્સ' આ દિવસે થશે રિલીઝ

ABOUT THE AUTHOR

...view details