દરભંગાઃ પોતાના બિમાર પિતાને સાઇકલ પર બેસાડીને લગભગ 1300 કિમી ગુરૂગ્રામથી દરભંગા સુધી લાવનારી બહાદુર દિકરી જ્યોતિ પર ફિલ્મ બનાવવાનો કરાર ફિલ્મકાર વિનોદ કાપડીએ કર્યો છે. તેમણે જ્યોતિના પિતાને ગેરકાયદાકીય રીતે કરારને પૂરો કરવા પર કાયદાકીય ચેતવણી આપી છે. કાપડીની ફિલ્મ કંપની ભાગીરથી ફિલ્મ્સ (દિલ્હી) તરફથી જાહેર એક પ્રેસ વિજ્ઞાપનમાં આ જાણકારી આપવામાં આવી છે. કંપનીએ કહ્યું કે, જ્યોતિના પિતા કોઇ બીજી કંપની સાથે પણ કરાર કરી ચૂક્યા છે, જે ખોટું છે.
ભાગીરથી ફિલ્મ્સના જનસંપર્ક અધિકારી મહેન્દ્રએ પ્રેસ વાર્તામાં કહ્યું કે, 27મેએ જ્યોતિના પિતા મોહન પાસવાને ભાગીરથી ફિલ્મ્સની સાથે ફિલ્મ, વેબ સીરિઝ, ડોક્યુમેન્ટ્રી બનાવવા સંબંધે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. 2.51 લાખનો કરાર કરવામાં આવ્યો છે. જે માટે તેમણે એડવાન્સ રીતે 51 હજાર રુપિયા તેના બેન્ક અકાઉન્ટમાં જમા કરાવ્યા છે, જ્યારે બાકીના 2 લાખ કામ શરુ કરતાની સાથે જ જમા કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે, આ સમગ્ર કાર્યવાહીના કાગળ અને વીડિયો પ્રમાણ છે. કરારની શરતો હેઠળ મોહન કોઇની સાથે કરાર કરી શકતા નથી.
'ગેરકાયદાકીય કરારને તરત જ રદ કરે'