બેંગલુરુ: સ્વર્ગસ્થ કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારની છેલ્લી ફિલ્મ (Punit kumar last Film) "જેમ્સ" 17 માર્ચે તેમની જન્મજયંતિ પર દેશભરમાં 4,000 સ્ક્રીન્સ પર આવવાની છે. ફિલ્મ, જેને સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી U/A પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે, તે તમિલ, હિન્દી, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ માત્ર કર્ણાટકમાં જ 400થી વધુ સિનેમાઘરોમાં રિલીઝ (Film James release date) થશે.
ફિલ્મના મોશન પિક્ચર ખુબ જ હિટ થયા
ફિલ્મના મોશન પિક્ચર, ટીઝર અને ગીતો ત્વરિત હિટ થયા હતા અને તેના કરોડો ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પુનીતનું 29 ઓક્ટોબર, 2021ના રોજ હાર્ટ એટેકથી અવસાન થયું હતું.
આ પણ વાંચો:Women's Day 2022: આ 5 અભિનેત્રીઓએ પોતાના દમ પર બનાવી હિટ ફિલ્મો, આલિયા ભટ્ટનું નામ પણ લિસ્ટમાં