ન્યૂઝ ડેસ્ક:ગુજરાતી સિનેમા પણ હવે ધીમે ધીમે ચર્ચામાં આવી રહ્યું છે, ત્યારે હવે ગુજરાતી સિનેમામાં ઇતિહાસ રચવા જઇ રહ્યો છે. ગુજરાતી સિનેમામાં પ્રથમવાર ગુજરાતીમાં સાયન્સ ફિકશન ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ સાયન્ય ફિક્શન ફિલ્મનું નામ 'ગજબ થઇ ગયો' છે. 'ગજબ થઇ ગયો'નું ટ્રેલર (Film Gajab thai gayo trailer Release) પણ મંગળવારે રિલીઝ કરી દેવામાં આવ્યુ છે, જ્યારે ફિલ્મ 7 એપ્રિલના રોજ રિલીઝ (Film Gajab thai gayo Release Date) કરવામાં આવશે.
આ પણ વાંચો:Secreat Daughter: પ્રિયંકા ચોપરા 'સિક્રેટ ડોટર'ના સ્ક્રીન એડેપ્શનમાં ચમકશે
આ ફિલ્મમાં મલ્હાર ભગીરથના પાત્રમાં: આ ફિલ્મમાં મલ્હાર ઠાકર ભગીરથનું પાત્ર ભજવે છે. આ યુવાન વિશ્વને પુરવાર કરવા માંગે છે કે માતૃભાષા સાછે ટકી રહેવા માટે હમંશા પડકારો આવતા હોય છે, પરંતુ જો તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નવીન શિક્ષણ કૌશલ્યોનો ઉપયોગ કરો તો તમે તમારી મંઝીલ સુધી પહોંચી શકો છો.
Film Gajab thai gayo trailer Release: મલ્હાર સ્ટારર પહેલી ગુજરાતી સાયન્સ ફિક્શન ફિલ્મ 'ગજબ થઇ ગયો'નું ટ્રેલર રિલીઝ
ફિલ્મનું ટ્રેલર શેર: આ ફિલ્મનું ટ્રેલર અભિનેતા મલ્હાર ઠાકરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યુ છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યુ છે કે, ગુજરાતી જ્ઞાન એ જ અભિયાન. આ ફિલ્મમાં સંગીત પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે, જ્યારે આ ફિલ્મનુ નિર્દેશન નીરજ જોશીએ કર્યુ છે. જેમની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. સાયન્સ ફિક્શન ફિલ્મમાં સુપરસ્ટાર મલ્હાર ઠાકર સાથે પૂજા ઝવેરી પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌપ્રથમ સાયન્સ ફિક્શન લાઇટ હાર્ટેડ કિડ્સ એડવેન્ચર ફિલ્મ છે.
Film Gajab thai gayo trailer Release: મલ્હાર સ્ટારર પહેલી ગુજરાતી સાયન્સ ફિક્શન ફિલ્મ 'ગજબ થઇ ગયો'નું ટ્રેલર રિલીઝ
આ પણ વાંચો:Film IB 71 Shooting: 'ધ કાશ્મીર ફાઇલ્સ' બાદ વિદ્યુત જામવાલની ફિલ્મમાં અનુપમ ખેરની એન્ટ્રી