દહેરાદૂન: ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ અને તેમની પત્ની રેખા ભારદ્વાજે મંગળવારે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે ખાસ મુલાકાત કરી હતી. આ દરમિયાન વિશાલ ભારદ્વાજે ઉત્તરાખંડને એક ઉત્તમ ફિલ્મ શૂટિંગ સ્થળ તરીકે વિકસવા અને અહીંના યુવા કલાકારોને ફિલ્મ ક્ષેત્ર સાથે જોડવા માટે ઘણા સૂચનો કર્યા હતા.
વિશાલ ભારદ્વાજે કહ્યું કે, ઉત્તરાખંડમાં ફિલ્મ અભ્યાસને પ્રોત્સાહન આપવાની જરૂર છે. આ માટે રાજ્ય સરકારે FTIની તર્જ પર રાજ્યમાં એક સંસ્થા શરૂ કરવી જોઈએ. જેના કારણે ઉત્તરાખંડની જનતામાં ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાની ઇચ્છા વધે. તેમણે કહ્યું કે, આ માટે રાજ્યની કોઈપણ યુનિવર્સિટીમાં ફિલ્મ નિર્માણ અને ફિલ્મોને લગતા વર્ગો શરૂ કરવા જોઈએ. સરકારે રાજ્યમાં ફિલ્મ ફેસટિવલનું આયોજન કરવાનું પણ વિચારવું જોઇએ.