- બોલિવુડ ફિલ્મ નિર્દેશક ફરાહ ખાને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં અભિનેતા શાહરૂખ ખાન સાથે ડાન્સ કરતી જોવા મળ્યા ફરાહ
- શાહરૂખ અને ફરાહ ખાને 'મેં હું ના' ગીત પર કર્યો ડાન્સ
અમદાવાદઃબોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. જોકે, આ ચર્ચાનું કારણ બીજું છે. જી હાં, ફિલ્મ નિર્દેશક ફરાહ ખાને હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે શાહરૂખ ખાન સાથે 'મેં હુ ના' ગીત પર ડાન્સ કરી રહ્યા છે. જોકે, આ વીડિયો દરમિયાન શાહરૂખ ખાન શરમાઈ જાય છે. તેની પાછળનું કારણ એ છે કે, વીડિયોમાં ડાન્સ દરમિયાન ફરાહ ખાન શાહરૂખ ખાનને કિસ કરે છે. આ વીડિયો શેર કરીને ફરાહ ખાને કેપ્શનમાં લખ્યું હતું કે, આ મારું ખૂબ જ પ્રિય ગીત છે. આ માત્રને માત્ર શાહરૂખ માટે છે.