- બૉલિવૂડની ફિલ્મ 'દેવદાસ'ને 19 વર્ષ થયા પૂર્ણ
- ભણસાલી, માધુરી દિક્ષીતે ફિલ્મને લગતી યાદ કરી તાજા
- ફિલ્મનું બજેટ 20 કરોડ રૂપિયાથી વધુ હતું
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): બૉલિવૂડ ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhanshali) પોતાની ફિલ્મોની ભવ્યતા માટે જાણીતા છે. તેમણે દેવદાસ(Devdas), બાજીરાવ મસ્તાની (Bajirao Mastani), પદમાવત (Padmavat), રામ લીલા (Ram-Leela) જેવી અનેક પ્રખ્યાત ફિલ્મો આપી છે. ત્યારે તેમની એક ફિલ્મ 'દેવદાસ'ને આજે 19 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સંજય લીલા ભણસાલી અને માધુરી દિક્ષીતે (Madhuri Dixit) પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મ સાથે જોડાયેલી યાદોના ફોટોઝ શેર કર્યા હતા. આ ઉપરાંત બૉલિવૂડની ગાયિકા શ્રેયા ઘોષાલે (Shreya Ghoshal) પણ ફિલ્મને લગતી યાદ તાજા કરી છે. કારણ કે, શ્રેયા ઘોષાલે ગાયિકાની કારકિર્દી દેવદાસ ફિલ્મથી શરૂ કરી હતી. આ ફિલ્મમાં 'બેરી પિયા' ગીત શ્રેયા ઘોષાલનું પહેલું ગીત હતું.
આ પણ વાંચો:'બાહુબલીઃ ધ બિગનિંગ' ફિલ્મને 6 વર્ષ થયા પૂર્ણ, પ્રભાસે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો