મુંબઇઃ 12 મે, વડા પ્રધાન મોદીએ રાત્રે 8 કલાકે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે 20 લાખ કરોડના લોકડાઉનના પેકેજની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે લોકડાઉન 4.0નો પણ સંકેત આપ્યો હતો.
PM મોદીના સંબોધન પર બૉલિવૂડ સેલેબ્સના પણ રિએક્શન આવી રહ્યા છે. જેમાંથી અમુક ફિલ્મી હસ્તીઓએ લોકડાઉનની વચ્ચે સરકારની રીત અને પીએમ મોદીના પેકેજની ઘોષણા પર કટાક્ષ કર્યો છે.
મ્યૂઝિક કમ્પોઝર વિશાલ દદલાનીએ ટ્વીટક પર પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું કે, હવે કોઇએ કહ્યું કે, 20 લાખ કરોડનું પ્રોત્સાહન પેકેજ આપવામાં આવશે. શું ગરીબની કોઇ જ કિંમત નથી?, પ્રવાસી મજૂરો વિશે ઓન લાઇન કોઇ વાતચીત મેં જોઇ નથી, શું તમે જોઇ?
વિશાલે વધુ એક ટ્વીટ કરીને લખ્યું કે, જે વ્યક્તિએ પોતાના પરિવાર સહિત પગપાળા શહેરથી ગામ તરફનું પલાયન કરવાનો વિચાર કર્યો છે, તેનાથી વધુ આત્મનિર્ભર કોણ છે?, હવે શું આ આત્મબળ છે કે મજબૂરી અને લાચારી?