વારાણસી:લવ બર્ડ્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર (Alia Bhatt and Ranbir Kapoor) હાલમાં 'બ્રહ્માસ્ત્ર'નું અંતિમ શેડ્યૂલ (Film Brahmastra Shooting) પૂર્ણ કરવા વારાણસીમાં છે. આ દરમિયાન શૂટિંગ લોકેશન પરથી કપલની કેટલીક તસવીરો ઓનલાઈન સામે આવી છે. એક તસવીરમાં આલિયા, રણબીર અને ફિલ્મ નિર્માતા અયાન મુખર્જી વારાણસીના એક ઘાટ પર શૂટિંગ કરતા જોવા મળે છે. આ વાયરલ તસવીરોમાં લવબર્ડ આ લુકમાં જોવા મળી રહ્યાં છે.
આ ફિલ્મ છેલ્લા સાત વર્ષથી બની રહી છે: આ વાયરલ વીડિયો અને તસવીરોમાં આલિયા અને રણબીર યેલો અને ઓરેન્જ રંગના ક્લોથસમાં નજર આવે છે. રણબીર અને આલિયા સોમવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન જણાવામાં આવ્યુ ન હતુ કે કપલ ક્યાં કામ ક્યાં જઇ રહ્યાં છે. જો કે તે તારણ એવુ છે કે, બન્ને 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગના છેલ્લા તબક્કા માટે વારાણસી જઇ રહ્યાં છે. આ ફિલ્મ છેલ્લા સાત વર્ષથી બની રહી છે. સાત વર્ષ બાદ હવે આ ફિલ્મ રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.