હૈદરાબાદ:અક્ષય કુમાર (Akshay Kumar upcoming Films 2022) અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'બચ્ચન પાંડે'ને (Film Bachchan Pandey Release Date)લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. હવે ફિલ્મનું ટ્રેલર રિલીઝ ડેટ સામે આવી છે. ફિલ્મનું ટ્રેલર આવતા મહિને રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે. આ ફિલ્મ હોળીના તહેવાર પર એટલે કે 18 માર્ચે રિલીઝ (Film Bachchan Pandey Trailer date) કરવામાં આવશે.
આ પણ વાંચો:
જાણો ફિલ્મ 'બચ્ચન પાંડે'નું ટ્રેલર ક્યારે થશે રિલીઝ
બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, ફિલ્મ 'બચ્ચન પાંડે'નું ટ્રેલર 9 ફેબ્રુઆરી 2022ના રોજ રિલીઝ થવા જઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, બચ્ચન પાંડેની ટીમે નક્કી કર્યું છે કે તેઓ 9 ફેબ્રુઆરીએ અક્ષય કુમારના ફેન્સને ગિફ્ટ આપશે. ફિલ્મ બચ્ચન પાંડે એક્શન, કોમેડી, રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર હોવાના સમાચાર છે. જે હોળીના તહેવાર વધુ ખાસ બનાવશે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કૃતિ સેનન ઉપરાંત જેકલીન ફર્નાન્ડીઝ, અરશદ વારસી, સ્નેહલ દાબી, પંકજ ત્રિપાઠી, પ્રતિક બબ્બર અને અભિમન્યુ સિંહ પણ મહત્વની ભૂમિકામાં હશે. ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા છે.
આ પણ વાંચો:
જાણો અક્ષયના આગામી પ્રોજેક્ટ્સ વિશે
જણાવીએ કે, છેલ્લે અક્ષય કુમાર આનંદ એલ રોય દ્વારા નિર્દેશિત ફિલ્મ 'અતરંગી રે'માં (Film Atarangi Ray) જોવા મળ્યો હતો. જેમાં સારા અલી ખાન અને સાઉથ એક્ટર ધનુષ લીડ રોલમાં હતા. ગયા વર્ષે ક્રિસમસના અવસર પર આ ફિલ્મ રિલીઝ થઈ હતી ઉપરાંત, ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સાથે અક્ષય કુમારના આગામી પ્રોજેક્ટ્સમાં 'ગોરખા', 'રામ સેતુ', 'પૃથ્વીરાજ', 'રક્ષા બંધન' અને 'સેલ્ફી' સહિત ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે.