ગુજરાત

gujarat

ETV Bharat / sitara

#pulwama: પાકિસ્તાની કલાકારોના પ્રતિબંધ મામલે વિદ્યા બાલનનું નિવેદન... જાણો શું કહ્યું... - national news

ન્યૂઝ ડેસ્કઃ પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી સમગ્ર દેશમાં તનાવનો માહોલ ચાલી રહ્યો છે અને ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે બોલીવૂડમાં પણ પાકિસ્તાનની નાપાક હરકતથી રોષ ફેલાયો છે. એક તરફ બોલીવૂડ પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાથી દૂર જઈ રહ્યું છે ત્યારે બીજી તરફ ભારતે પાકિસ્તાનમાં રિલીસ્ થઈ રહેલી તમામ ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દિધો છે. ત્યારે આ મામલે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા વિદ્યા બાલને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ફાઈલ ફોટો

By

Published : Feb 24, 2019, 12:43 PM IST

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદ્યાએ પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવા વિશે કહ્યું-"મને લાગે છે કે હવે નિર્ણાયક પગલું લેવાનો સમય છે. કળામાં સીમા નામની કોઈ વસ્તુ નથી, પરંતુ આ વખતે મને લાગે છે કે હવે બહું થઈ ગયું. "

વિદ્યા બાલન ઉપરાંત ઘણા સેલિબ્રિટીઓએ પાકિસ્તાની કલાકારો વિશે ભારત પર પ્રતિબંધ મૂકવાની તરફેણ કરી હતી. પુલવામા હુમલા બાદ પાકિસ્તાનમા ટોટલ ધમાલ, ગલી બોય, લુકા છુપી, નોટબુક અને કબીર સિંહ જેવી ફિલ્મોને રદ કરવામાં આવી હતી.

વિદ્યા બાલન વિશે વાત કરીએ તો છેલ્લી વખત તે ‘તુમ્હારી સુલુ’માં જોવા મળી હતી. ફિલ્મ નવેમ્બર 2017માં રિલિસ્ થઈ હતી. દર્શકો દ્વારા તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને વિદ્યાનું પ્રદર્શન પણ ખૂબ પ્રશંસાપાત્ર હતું. વર્ષ 2019માં તે દક્ષિણ સુપરસ્ટાર એનટીઆર ની બાયોપિકમાં દેખાઈ હતી. આ સિવાય, તે અક્ષય કુમારના અપોઝીટ મિશન મંગલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ હાલ ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details