અનુરાગે વધુમાં કહ્યું કે, હું જામિયા પહેલી વખત આવ્યો છું. પહેલા એવું લાગી રહ્યું હતું કે આપણે મૃત થઈ ગયા છીએ, પરંતુ અહીં આવીને લાગ્યું કે, આપણે જીવીત છીએ. મારા માટે આ આંદોલન જામિયાથી શરૂ થયું. આ લડાઇ લાંબી છે. કાલે અથવા પરમદિવસે ચૂંટણીની સાથે આ લડાઇ ખતમ થશે.
જામિયા આવીને લાગ્યું કે હું જીવંત છુંઃ અનુરાગ કશ્યપ - અનુરાગ કશ્યપ
નવી દિલ્હીઃ દિલ્હીમાં જામિયા મિલિયા ઇસ્લામિયામાં CAA (નાગરિકતા સંશોધન કાયદો)ને લઇને વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, ત્યારે બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ શુક્રવારે જામિયા પહોંચ્યા હતા. ત્યા તેમણે કહ્યું કે, તમે એ સરકાર સામે ડીલ કરી રહ્યા છો, જે પોતાના જ સાથે અલગ ડીલ કરી રહી છે.
Anurag Kashyap
વધુમાં અનુરાગે કહ્યું કે, જામિયાની હિંસામાં કોઇની ધરપકડ થઇ નથી. પોલીસે પોતાનું કામ કરવાની જરૂર છે. પોલીસે તપાસ કરવાની જરૂર છે કે, આ ઘટનામાં કોણ-કોણ સામેલ હતા.