ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ડ્રગ કેસ : સિમોન ખંબાટા NCB ઓફિસ પહોંચી, રકુલની પણ આજે થશે પૂછપરછ - Fashion Designer Simone Khambatta

સુશાંત કેસમાં ડ્રગ એંગલની તપાસ કરતી NCB દ્વારા આજે રકુલ પ્રિતસિંહ અને સિમોન ખંબાટાની પૂછપરછ માટે બોલવામાં આવ્યા છે. NCBના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, દિપિકા પાદુકોણને પૂછપરછ માટે શુક્રવારે બોલાવવામાં આવી છે.

NCB
NCB

By

Published : Sep 24, 2020, 10:55 AM IST

Updated : Sep 24, 2020, 12:43 PM IST

મુંબઇ : ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે ફેશન ડિઝાનર સિમોન ખંબાટાને NCB એ સમન પાઠવવામાં આવ્યા હતા જેને લઇને સિમોન NCB ઓફિસ પહોંચી છે. ત્યારે રકુલ પ્રીત સાથે પણ NCB ની ટીમ પૂછપરછ કરશે.જોકે રકુલે કહ્યું કે તેને સમન્સ નથી મળ્યું.

સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં ડ્રગ્સનો એંગલ ખુલતા તેની તપાસમાં રિયા ચક્રવતીએ ડ્રગ્સ મામલે બોલીવૂડની હસ્તીઓના નામ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો સમક્ષ રાખ્યા હતા. જે બાદ બોલીવૂડની ટોચની અભિનેત્રીઓના નામ જેમાં દિપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાટાને સમન્સ મોકલવામાં આવ્યા છે. આગામી ત્રણ દિવસોમાં આ તમામ સ્ટારની પૂછપરછ માટે હાજર થવા માટે નેશનલ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા જણાવાયું છે.

આમાંથી રકુલ પ્રીત સિંહ, સિમોન ખંભાટા સાથે 24 સપ્ટેમ્બરે પૂછપરછ કરવામાં આવશે. જ્યારે દિપિકા અને કરિશ્મા પ્રકાશને 25 સપ્ટેમ્બરે હાજર થવા માટે જણાવાયું છે. જ્યારે શ્રદ્ધા કપૂર અને સારા અલીખાનને 26 સપ્ટેમ્બરે પૂછપરછ માટે હાજર થવા માટે જણાવાયું છે.

તો આ તરફ ધર્મા દિગ્દર્શક ક્ષિતિજ પ્રસાદને 16/20 ના કેસમાં એનસીબીએ સમન્સ પાઠવ્યું છે. તેઓને આવતીકાલે એટલે કે શુક્રવારે પૂછપરછ માટે બોલાવવામાં આવશે કારણ કે હાલમાં તે દિલ્હીમાં છે.

Last Updated : Sep 24, 2020, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details