આ સિવાય મનીષની ફ્રેન્ડ સોફી ચૌધરી પણ અંતિમ દર્શન માટે પહોંચી હતી. ઉર્મિલા માતોન્ડકર તેના પતિ મોહસિન અખ્તર સાથે પહોંચી હતી. મળતી માહીતી મુજબ મનીષના પિતાનું સ્વાસ્થ્ય લાંબા સમયથી ખરાબ હતું, તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. મનીષ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફેમસ ફેશન ડિઝાઇનર છે.
મનીષ મલ્હોત્રાના પિતાનું નિધન, અંતિમ દર્શને પહોંચ્યા સેલેબ્સ - મનીષ મલ્હોત્રાના પિતાનું નિધન
મુંબઇ : ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના પિતાનું નિધન સોમવારના રોજ થયું છે. તેઓ 90 વર્ષના હતા. છેલ્લા કેટલાય સમયથી તેમના પિતાની તબિયત સારી નહોતી. મનિષ મલ્હોત્રાના પિતાના અંતિમ સંસ્કારમાં કરન જોહર, શબાના આઝમી, સૌફી ચૌધરી, બોની કપૂર સહિતના સેલેબ્સ આવ્યા હતાં.
મનીષ મલ્હોત્રાના પિતાનું નિધન,અંતિમ દર્શને પહોંચ્યા આ સેલેબ્સ
મનિષ મલ્હોત્રા જ્યારે 25 વર્ષના હતાં, ત્યારે તેમણે પહેલી જ વાર એક્ટ્રેસ જૂહી ચાવલા માટે ફિલ્મ ‘સ્વર્ગ’માં આઉટફિટ ડિઝાઈન કર્યાં હતાં. જોકે, ફિલ્મ ‘રંગીલા’ને કારણે તેઓ ચર્ચામાં આવ્યાં હતાં.