ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'તૂફાન'ની રીલિઝ બાદ થશે ફરહાન-શિવાનીના લગ્ન? પિતા જાવેદે કહી આ વાત... - Farhan Akhtar latest news

મુંબઇઃ શું ફરહાન અખ્તર અને શિવાની દાંડેકર આ વર્ષે લગ્ન કરવા માટે તૈયાર છે? આ પ્રશ્ન અમુક દિવસોથી બૉલિવૂડમાં ચર્ચાઈ રહ્યો છે અને ફરહાનના પિતા જાવેદ અખ્તરે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કહેલી વાતને આ તરફ કરેલો એક ઇશારો સમજી શકાય છે.

Etv Bharat, Gujarati News, Farhan Akhtar, Shivani
'તૂફાન'ની રિલીઝ બાદ થશે ફરહાન-શિવાનીના લગ્ન

By

Published : Jan 13, 2020, 10:38 AM IST

ફરહાન અખ્તરના પિતા અને દિગ્ગજ ગીતકાર જાવેદ અખ્તર સાથે એક ઇન્ટરવ્યુમાં જ્યારે શિવાની અને ફરહાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પ્રતિક્રિયા આપી હતી.

જાવેદ અખ્તરે લગ્નને લઇને કહ્યું કે, હું પણ તમારી પાસેથી આ સાંભળી રહ્યો છું. મેં એક દિવસ પહેલા ફરહાનના જન્મદિવસ પર તેની સાથે હતો, તેણે મને આ વિશે કશું જ જણાવ્યું નથી. પરંતુ તમે જાણો છો તેમ બાળકો ઘણું બધું છુપાવતા હોય છે.

વધુમાં જણાવીએ તો બૉલિવૂડની ગલીઓમાં એ માહિતી છવાયેલી છે કે, ફરહાન અને શિવાની આ વર્ષના અંતમાં લગ્ન કરશે. ફરહાનની ફિલ્મ 'તૂફાન'ના રીલિઝ બાદ બંને લગ્નના બંધનમાં જોડાય તેમ બની શકે છે. 'તૂફાન' આવતી 2 ઓક્ટોબરે રીલિઝ થવાની યોજના છે.

એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મની રીલિઝ પહેલા પણ લગ્ન કરી શકે છે. ફાઇનલ ડેટ હવે નક્કી થઇ શકે તેમ છે, પરંતુ ફરહાન અને શિવાનીએ તૈયારીઓ શરૂ કરી છે. જાવેદ અખ્તર શિવાનીથી ખૂબ જ પ્રભાવિત છે. તેમણે કહ્યું કે, 'મેં તેની સાથે ઘણીવાર મુલાકાત કરી છે. તે ખૂબ જ પ્રેમાળ છોકરી છે.' ફરહાને આ પહેલા સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ અધુના ભવાની સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે દિકરીઓ શાક્યા અને અકીરા છે.

ABOUT THE AUTHOR

...view details