મુંબઈ: ફરહાન અખ્તરે પોતાની આગામી ફિલ્મ "તૂફાન" પહેલી પોસ્ટમાં પોતાના મસલ્સ બોડી બનાવીને તેમના ચાહકોને ચોંકાવી દીધા હતા અને કહ્યું હતું કે, આ બોડી બનાવવા માટે તેને સખત તાલીમ લેવી પડી હતી અને 6 અઠવાડિયામાં 15 કિલો વજન વધાર્યું હતું.
46 વર્ષીય અભિનેતાએ કહ્યું કે, 'મારા માટે ફિટનેસ એ માત્ર એક રૂટિન નહીં, પરંતુ જીવનશૈલી છે. મારા કામ સિવાય હું એક સ્વસ્થ અને શિસ્તબદ્ધ જીવન જીવું છું. હું હંમેશાં એવી વસ્તુઓથી દૂર રહું છુુ, જેે મારા શરીર માટે નુકસાનકારક હોય.
'દિલ ધડકને દો' અભિનેતાએ કહ્યું કે, મારી નવી ફિલ્મ માટે આ અવતારમાં આવવું પડકારજનક છે. મારા માટે ચેલેન્જ હતી કે, મારે મારી જીવનશૈલીથી ઉલટું અપનાવવાનું હતું- ચોક્કસ કસરત, ઓછી શારીરિક પ્રવૃત્તિ અને બોડી વધારવા માટે વધુ ખોરાક લેવો તે ધણુ મુશ્કેલ હતું. તેમ છતાં મેં તળેલા ખોરાક અને અન્ય ખાદ્યપદાર્થો વચ્ચે સંતુલન જાળવ્યું હતું. જેથી મેં વજન 15 કિલો વધાર્યું છે.
એવું લાગે છે કે, જયારે પાત્ર ભજવવાની વાત આવે ત્યારે "દ સ્કાય ઇઝ પિંક" અભિનેતા કોઈ ક્ચાસ છોડતા નથી. તેણે પોતાની આવનારી ફિલ્મ માટે પણ આવું જ કંઇક કર્યું હતું અને તેની મહેનત પણ દેખાય હતી. આ ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં રીંગ લોકેશન જેવા કે, ડોંગરી કી ચોલે અને ગેટે ઓફ ઈન્ડિયા પર કરવામાં આવ્યું હતું.