મુંબઈ: ફરહાન અખ્તરે સુશાંત સિંહ રાજપૂતના આત્માની શાંતિ માટે એક ખાસ કવિતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી તેને સમર્પિત કરી હતી.
ફરહાન અખ્તરે સુશાંતના આત્માની શાંતિ માટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી - farhan dedicates poem to sushant
સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્માની શાંતિ માટે ફરહાન અખ્તરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કવિતા લખી ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી.
ફરહાન અખ્તરે સુશાંતના આત્માની શાંતિ માટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી
સોમવારે મુંબઈના વિલે પાર્લેમાં આવેલા પવન હંસ સ્મશાન ઘાટમાં સુશાંતની અંતિમ સંસ્કાર વિધિમાં બોલીવૂડની ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, રણદીપ હુડા, વરુણ શર્મા, ટીવી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝા, અભિનેતા વિવેક ઓબેરોય તેમજ કાસ્ટીંગ ડિરેક્ટર મુકેશ છાબડા સહિતના ઉપસ્થિત હતા.