ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સાધ્વી પ્રજ્ઞા પર ટ્વિટ કર્યા બાદ ટ્રોલ થયા ફરહાન અખ્તર, ટ્રોલર્સને આપ્યો વડતો જવાબ

મુંબઇ : ફરહાન અખ્તરે ટ્વીટ કરી સાધ્વી પ્રજ્ઞા પર નિશાન સાંધ્યું હતું. તેમણે ટ્વિટ કરી લોકોને સાધ્વી પ્રજ્ઞાને મત ન આપવા અપીલ કરી હતી. જે બાદ ફરહાનને લોકોએ ટ્રોલ પણ કર્યો હતો. ભોપાલમાં મતદાન 12 મેના રોજ યોજવામાં આવ્યું હતું.

By

Published : May 20, 2019, 10:51 AM IST

ફાઇલ ફોટો

બોલીવુડ અભિનેતા અને નિર્દેશક ફરહાન અખ્તર 19 મેના રોજ ટ્વિટ કરી ભોપાલના લોકોને સાધ્વી પ્રજ્ઞાને વોટ ન કરવા અપીલ કરી હતી. તો ફરહાનના આ ટ્વિટ પર લોકોએ તેને ટ્રોલ પણ કર્યો હતો. જોકે ટ્રોલ થયા બાદ ફરહાને લોકોને વડતો જવાબ આપ્યો હતો અને સાધ્વી પ્રજ્ઞા પર ફરી વખત નિશાન સાંધ્યું હતું.

ફરહાર અખ્તર ટ્વિટ

તેણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, અમારાથી તારીખ સમજવામાં ભુલ થઇ તો મારૂ ગળું પકડી લીધું અને જેણે ઇતિહાસને સમજવામાં ભુલ કરી તેને લોકો ગળે લગાવી રહ્યા છે. જણાવી દઇએ કે અગાઉ સાધ્વી પ્રજ્ઞાએ હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યા હતા, જેથી તેઓ વિવાદમાં આવ્યા હતા. સાધ્વી પ્રજ્ઞાએ આ બાબતને લઇ માફી પણ માંગી હતી, પરતું વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ પ્રજ્ઞાને ક્યારે પણ માફ નહીં કરે.

ફરહાર અખ્તર ટ્વિટ

જણાવી દઇએ કે ભોપાલમાં 12 મેના રોજ મતદાન યોજાયા હતા. ભોપાલમાં સાધ્વી પ્રજ્ઞા તથા દિગ્વિજય સિંહ વચ્ચે જંગ છે.

ABOUT THE AUTHOR

...view details