મુંબઈઃ અભિનેતા, નિર્દેશક અને નિર્માતા ફરહાન અખ્તરે રવિવારે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે, તેમની ફિલ્મ કંપની એન્ટરટેનમેન્ટે કોવિડ 19 સામે જંગ લડવા પોલીસની મદદ માટે આગળ આવ્યાં છે. કોરોના મહામારી વચ્ચે ઢાલ બની લોકોના જીવ બચાવતાં પોલીસને મદદ કરવા અખ્તરે મુંબઈ પોલીસ ફાઉન્ડેશનમાં યોગદાન આપ્યું છે.
'રોક ઓન' અભિનેતાએ ટ્વિટર પર આ અંગે જાણકારી આપી છે અને લોકોને પણ આ ફાઉન્ડેશનમાં મદદ કરવા અપીલ કરી છે.