ન્યૂઝ ડેસ્ક: ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે 19 ફેબ્રુઆરીના રોજ ધામધૂમથી લગ્ન કર્યા હતાં. તેના લગ્નની ખુશીમાં આ કપલે તેમના ખાસ મિત્રો અને ફિલ્મી દુનિયાની જાણીતી હસ્તીઓ માટે એક ગ્રાન્ડ પાર્ટીનું (Farhan Akhtar and Shibani Dandekar Wedding party) આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં સેલેબ્સ પહોંચવાની સાથે બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનનો આખો પરિવાર પણ પાર્ટીમાં પહોંચ્યો હતો, પરંતુ 'કિંગ ખાન' ક્યાંય જોવા મળ્યો નહતો.
આ પણ વાંચો:Hrithik Roshan share post for Saba Azad: હૃતિક રોશને રૂમર્ડ ગર્લફ્રેન્ડ સબા આઝાદને લઇને શેર કરી પોસ્ટ કહ્યું...
જાણો કારણ
મીડિયાના અહેવાલ મુજબ, શાહરૂખ ખાને આ પાર્ટીમાં હાજરી આપી ન હતી કારણ કે, તે હાલ લોકો સમક્ષ ઓછા આવે છે. રિપોર્ટ અનુસાર, શાહરૂખ જ્યારથી, તેનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયો છે, ત્યારથી તે મીડિયાથી દૂરી બનાવી રહ્યો છે.
જાણો શાહરૂખની આગામી ફિલ્મો વિશે
અભિનેતાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, શાહરૂખ ખાન આગામી ફિલ્મ (sahrukh khan Upcoming Films) 'પઠાણ'નું શૂટિંગ (Film Pathan Shooting) પૂર્ણ કરશે. ફિલ્મનું શેડ્યૂલ સ્પેનમાં સેટ કરવામાં આવ્યું છે, જ્યાં અભિનેતા ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે એક રોમેન્ટિક નંબર શૂટ કરવાનો છે. એવું માનવામાં આવે છે કે, આ શેડ્યૂલ પૂરો થતાં જ ફિલ્મ નિર્માતાઓ ફિલ્મની જાહેરાત કરશે.
આ પણ વાંચો:Gangubai Kathiyavdi day 1 collection: 'ગગૂબાઇ કાઠિયાવાડીની ટક્કર ફિલ્મ 'વલિમૈ' અને ફિલ્મ 'ભીમલા નાયક સાથે જાણો કોણે કેટલી કમાણી કરી