ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Farhan Akhtar and Shibani Dandekar Wedding: ફરહાન-શિબાનીના વેડિંગની પહેલી તસવીર થઇ વાયરલ - બોલિવૂડ સેલિબ્રિટી

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નની (Farhan Akhtar and Shibani Dandekar Wedding) પ્રથમ તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ છે. આ વાયરલ તસવીરમાં ફરહાન અને શિબાની તેમના વેડિંગ કલોથસમાં નજર આવે છે.

Farhan Akhtar and Shibani Dandekar Wedding: ફરહાન-શિબાનીના વેડિંગની પહેલી તસવીર વાયરલ
Farhan Akhtar and Shibani Dandekar Wedding: ફરહાન-શિબાનીના વેડિંગની પહેલી તસવીર વાયરલ

By

Published : Feb 19, 2022, 3:44 PM IST

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ એક્ટર-ડિરેક્ટર ફરહાન અખ્તર અને તેની પાર્ટનર શિબાની દાંડેકર આજે શનિવારે લગ્નના (Farhan Akhtar and Shibani Dandekar Wedding) પવિત્ર બંધનમાં બંધવા જઇ રહ્યા છે. જે તેને હેડલાઇન્સ પર બનાવી રહી છે. ફરહાન અને શિબાનીના અંતરંગ લગ્નની પ્રથમ તસવીર પણ સોશિયલ મીડિયા (Social Media) પર સામે આવી છે.

Farhan Akhtar and Shibani Dandekar Wedding: ફરહાન-શિબાનીના વેડિંગની પહેલી તસવીર વાયરલ

આ પણ વાંચો:Vikrant Macy And shital Thakur Wedding: વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર બંધાયા લગ્નના બંધનમાં, જુઓ તસવીરો

મેરેજમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ પહોંચ્યાં

આ વાયરલ તસવીરમાં ફરહાન અને શિબાની બન્ને એકદમ મનમોહક લાગી રહ્યાં છે, જ્યારે શિબાની બુરખા રેડ ઓફ સોલ્ડર ગાઉનમાં નજર આવે રહી છે. સાથે જ ફરહાન બ્લેક સૂટમાં ડૅપર લાગે રહી રહ્યો છે. મહારાષ્ટ્રના ખંડાલામાં ફરહાનના પિતા પીઢ ગીતકાર જાવેદ અખ્તરના ફાર્મહાઉસમાં આયોજીત લગ્નમાં માત્ર નજીકના સંબંઘીઓ અને મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે સવારે ઋત્વિક રોશન, રિયા ચક્રવર્તી, અમૃતા અરોરા સાથે અન્ય બોલિવૂડસેલિબ્રિટીઓ (Bollywood celebrities) લગ્ન સ્થળે પહોંચી હતી.

જાણો આ જરૂરી વાત

જણાવીએ કે, પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે બે લગ્ન કર્યા છે. જાવેદની પહેલી પત્ની હની ઈરાની હતી. હનીથી અલગ થયા બાદ જાવેદે અભિનેત્રી શબાના આઝમી સાથે લગ્ન કર્યા હતાં. જાવેદના પુત્ર અને અભિનેતા ફરહાન અખ્તરે પણ તેના પિતાની જેમ લવ મેરેજ કર્યા હતા અને હવે ફરી બીજા લવ મેરેજ કરવા જઇ રહ્યો છે.

આ પણ વાંચો:ઉર્વશી રૌતેલાએ ફરી મચાવી ધમાલ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

ABOUT THE AUTHOR

...view details