મુંબઈઃ ફિલ્મમેકર ફરાહ ખાને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં પુત્રી અન્યાએ બનાવેલા સ્કેચ બતાવ્યાં હતા. આ બધાં સ્કેચ અન્યાએ રખડતાં પ્રાણીઓને મદદ કરવા માટે બનાવ્યાં છે. ફરાહે કહ્યું કે, આ કામ કરતી વખતે અન્યાએ અત્યાર સુધીમાં 2.5 લાખ રૂપિયાથી વધુનો સંગ્રહ કર્યો છે અને દાન આપ્યું છે.
ફરાહ ખાને વીડિયો કેપ્શનમાં લખ્યું છે કે, '100થી વધુ સ્કેચ બનાવવામાં આવ્યાં છે, જેમાંથી 2.5 લાખ રૂપિયાથી વધુ એકત્રિત કરી દાન કરવામાં આવ્યું છે. ફાળો આપનારા બધા ઉદાર લોકોનો આભાર. અન્યા બીજા રાઉન્ડના ઓર્ડર પણ લેવા તૈયાર છે. દિવા કુંડાર (પુત્રી) દ્વારા વીડિયો શૂટ કરવામાં આવ્યો છે.' વીડિયોમાં 12 વર્ષીય અન્યાએ બનાવેલા તમામ સ્કેચને ઘરમાં પ્રદર્શનોની જેમ સજાવવામાં આવ્યાં હતાં.