મુંબઇ: રમઝાનનો મહિનો શરૂ થવા જઇ રહ્યો છે અને સુઝેન ખાનની બહેન અને પ્રખ્યાત ડિઝાઇનર ફરાહ ખાન અલીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે આ વખતે તે પરપ્રાંતિયો માટે રોઝા રાખશે કારણકે મજૂરો પાસે ખાવા માટે કંઈ જ નથી.
ફરાહ ખાન અલી સ્થળાંતર કરનારા પ્રવાસીઓ માટે રોઝા રાખશે - સુઝેન ખાનની બહેન ફરાહ ખાન અલી
સુઝેન ખાનની બહેન ફરાહ ખાન અલીએ ટ્વિટ કર્યું છે કે, તેઓ આ વખતે પ્રવાસિઓ માટે રોઝા કરવા જઈ રહી છે, જેથી તેઓ પણ જે મુશ્કેલી મજૂરો વેઠવી રહ્યા છે તેમને પણ અનુભવ થઇ શકે. સામાન્ય રીતે ફરાહ ખાન પોતાને લો બીપી હોવાથી રોઝા રાખી શકતી નથી.
ફરાહ ખાને ટ્વિટર પર લખ્યું, 'હું સામાન્ય રીતે રોઝા નથી રાખતી, કારણ કે હું લો બીપીથી પરેશાન છું. પરંતુ આ વખતે હું ભૂખે મરતા અને જેમની પાસે ખાવા માટે અનાજ નથી તેવા પરપ્રાંતિયો સાથે એકતા દર્શાવવા માટે રોઝા કરીશ. મજૂર લોકો જ અનુભવે છે તેનો અનુભવ હું કરવા માગું છું, ભલે તે થોડો થોડો હોય. ઉપરવાળો મને શક્તિ આપે.
ફરાહે પણ પોતાના ટ્વીટ દ્વારા બધાને રમઝાનની શુભેચ્છાઓ આપી હતી. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, 'આપ સૌને રમઝાનની શુભકામના. આ પાક મહિનામાં, આપણે આપણા ગ્રહથી બીમારી, ગરીબી અને નફરતને ખત્મ કરવા માટે પ્રાર્થના કરીએ. ચાલો બધાના સ્વાસ્થ્ય અને પ્રેમ માટે પ્રાર્થના કરીએ.