ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જન્મદિવસ વિશેષ : બોલિવૂડને સુરતની સૌથી મોટી ભેટ એટલે હરિહર જરીવાલા ઉર્ફ સંજીવ કુમાર... - સંજીવ કુમારની 82 મી જન્મજયંતિ

અભિનેતા સંજીવ કુમારની આજે 82 મી જન્મજયંતિ છે. જેમણે 'દસ્તક' અને 'કોશિશ' માં તેમના અભિનય માટે બે રાષ્ટ્રીય એવોર્ડ જીત્યા હતા. આ પ્રસંગે, તેમના ચાહકોએ તેમને યાદ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

સંજીવ કુમાર
સંજીવ કુમાર

By

Published : Jul 9, 2020, 10:58 PM IST

મુંબઇ: હિન્દી સિને જગતના સર્વાધિક સક્ષમ અભિનેતાઓમાંથી એક હતા સંજીવ કુમાર. આજે 82 મો જન્મદિવસ છે. આ પ્રસંગે તેમના ચાહકોએ તેમને યાદ કર્યા હતા. અભિનેતાનું અવસાન ફક્ત 48 વર્ષની વયે 6 નવેમ્બર 1985 માં થયું હતું.

અભિનેતાએ 'દસ્તક' અને 'કોશિશ' માં તેમના અભિનય માટે બે વાર રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો હતો. 9 જુલાઈ 1938 ના રોજ હરિહર જેઠાલાલ જરીવાલા તરીકે જન્મેલા સંજીવ કુમારે 1960 માં આવેલી ફિલ્મ હમ હિન્દુસ્તાનીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

તેમને યાદ કરતાં એક યુઝરે લખ્યું, " એક દિગ્ગજ અભિનેતાની જયંતિ...એક્ટર સંજીવ કુમાર... તેમનું આકર્ષણ, તેમની શાન અને તેમની આંખો .. સોના!"

બીજા એક યૂઝરે લખ્યું કે, "જન્મદિવસની શુભેચ્છા સંજીવ કુમાર... એક અભિનેતા જે ફક્ત તેની આંખો દ્વારા જ અભિનય કરી શકતો હતો. મારી પસંદની ફિલ્મો શોલે, ત્રિશૂલ, અંગુર, કોશિશ, દેવતા, આંધી અને નૌકર છે. તમારી મનપસંદ કઇ છે? "

અન્ય લોકોએ લખ્યું છે કે, "અંગૂર ફિલ્મને જોઇને તમને ખ્યાલ આવશે છે કે સંજીવ કુમારના મૃત્યુથી ભારતીય ફિલ્મોને કેટલું મોટું નુકસાન થયું છે! સંજીવ કુમારે અનેક રોમેન્ટિક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. "

9 જુલાઈ, 1930ના રોજ સૂરતના એક ગુજરાતી પરિવારમાં જન્મેલા સંજીવ કુમારનુ સાચું નામ હરિહર જરીવાલા હતું. તેમણે પોતાના લગભગ 25 વર્ષ(1960-1985)લાંબા ફિલ્મી કેરિયરમાં 150થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો.વર્ષ 1971માં 'દસ્તક' અને 1973માં 'કોશિશ' ફિલ્મને માટે તેમણે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ સિવાય તેમણે ત્રણ ફિલ્મ ફેયર પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા જેમાં 'શિખર'(1968)ને માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો અને 'આંધી'(1975) અને 'અર્જુન-પંડિત'(1976)ને માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાના સન્માનનો સમાવેશ થાય છે.

સંજીવ કુમારે પોતાના ફિલ્મી સફરની શરૂઆત વર્ષ 1960માં ફિલ્મ 'હમ હિન્દુસ્તાની'માં બે મિનિટની કે નાનકડી ભૂમિકાથી કરી હતી. વર્ષ 1962માં રાજશ્રી ફિલ્મ્સે 'આરતી'નામની ફિલ્મના નાયકની ભૂમિકાને માટે તેમનુ ઓડીશન લીધુ હતું. સંજીવકુમારને તે ઓડીશનમાં અસફળ જાહેર કરવામાં આવ્યા હતા.શરૂઆતમાં તેમણે થોડી બી ગ્રેડની ફિલ્મોમાં પણ કામ કર્યુ. તેઓ પહેલી વાર ત્યારે લોકોની નજરોમાં આવ્યા જ્યારે તેમણે 1968માં 'સંઘર્ષ' ફિલ્મમાં અભિનય સમ્રાટ દિલીપ કુમારની અદાકારીને પોતાના જોરદાર અભિનયની ચમકથી ફીકો કરી નાખ્યો.

આ એ સમય હતો, જ્યારે હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં સ્ટાઈલની શરૂઆત થઈ ચૂકી હતી. રાજેશ ખન્ના પહેલા સુપર સ્ટાર જાહેર થઈ ચૂક્યા હતા. દેવ આનંદ હિન્દી સિનેમના પહેલા સ્ટાઈલ ગુરૂ બની ચૂક્યા હતા. આવા સમયમાં સંજીવ કુમાર આ બધાથી અપ્રભાવિત, ચુપચાપ પોતાનું એક અલગ સ્થાન બનાવી રહ્યા હતા. તેઓ વ્યવસાયિક સિનેમા અને 'ઓફ ધ બીટ' સિનેમાનો ભેદ મિટાવવાની સાથે સાથે તેમનો એક જુદો દર્શક વર્ગ પણ તૈયાર થઈ રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details