મુંબઇ : બોલિવૂડના શોમેન રાજ કપૂરને અભિનય વિરાસતમાં મળ્યો હતો. પરંતુ તેમણે પોતાની જાતે મહેનત કરીને પોતાની ઓળખ બનાવી હતી. તેણે સ્પોટબોય તરીકે પણ કામ કર્યું હતું. રાજ કપૂરે 2 જૂન 1988માં 63 વર્ષની વયે આ દુનિયા છોડી દીધી હતી. હાર્ટ એટેકથી તેનું મોત નીપજ્યું હતું. રાજ કપૂરે પણ અભિનય અને દિગ્દર્શનમાં હાથ અજમાવ્યો હતો. તેમણે ઘણાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ લોન્ચ કરી જે પછી તે ઈન્ડસ્ટ્રીના ગોડફાધર બની ગયા હતા.
રાજ કપૂરે મધુબાલા સાથે 1947માં નીલકમલ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. જે પછી તે આગ, આવારા, શ્રી 420 જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેણે નરગિસ સાથે સતત 8 સુપર હિટ ફિલ્મો આપી હતી. અભિનય કર્યા પછી, ડાયરેક્શનમાં પોતાનું પગલું ભર્યું.