ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રાખી સાવંતના વાયરલ વીડિયો પર ફેન્સે કરી આવી કોમેન્ટ - Afsana Khan and Saajz wedding

હાલ રાખી સાવંત ખુબ હેડલાઇનસ બનાવી રહી છે. તાજેતરમાં જ તેના ડિવોર્સ થયાં છે. જેનાથી રાખી ખુબ દુખી છે. જેનો એક વીડિયો તેના સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો હતો. જેમાં તે ખુબ રડી રહી હતી. હાલ તેને તેના ઇન્સ્ટાગ્રામ પર એક (Rakhi Savant Instgram Account) વીડિયો શેર કર્યો છે. જે સાંભળતા તમે દંગ રહી જશો...

રાખી સાવંતના વાયરલ વીડિયો પર ફેન્સે કરી આવી કોમેન્ટ
રાખી સાવંતના વાયરલ વીડિયો પર ફેન્સે કરી આવી કોમેન્ટ

By

Published : Feb 19, 2022, 4:29 PM IST

ન્યૂઝ ડેસ્ક: શું રાખી સાવંતે બીજા લગ્ન (Rakhi Sawant ready for second marriage) કરવાનું મન બનાવી લીધું છે? અમે એવું નથી કહી રહ્યા કે રાખીએ પોતે નિર્ણય લીધો છે. રાખીને રિતેશથી અલગ થયાને એક અઠવાડિયું પણ નથી થયું કે તેણે ફરી એકવાર સેટલ થવાનું વિચારી લીધું છે. રાખી સાવંત આ દિવસોમાં પંજાબમાં છે અને બિગ બોસ ફેમ અફસાના ખાન અને સાજના લગ્નમાં ખૂબ જ મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. ભૂતકાળમાં, પતિ રિતેશથી અલગ થવાના દુઃખને ભૂલીને, હવે તે બીજા લગ્ન માટે તૈયાર લાગે છે. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ હવે ફની કોમેન્ટ કરી રહ્યા છે.

લોકો માત્ર રાખી સાવંતને ડ્રામા ક્વીન કહેતા નથી

લોકો માત્ર રાખી સાવંતને ડ્રામા ક્વીન કહેતા નથી. રાખી સારી રીતે જાણે છે કે તેણે લાઈમ લાઈટમાં કેવી રીતે આવવું છે. થોડા દિવસો પહેલા તો તે રિતેશની યાદોમાં આંસુ વહાવી રહી હતી, ત્યારે હાલ તે હવે તેના નવા રાજકુમારના સપના સજાવી રહી છે. અફસાના ખાન અને સાજના લગ્નમાં (Afsana Khan and Saajz wedding) તેણે તેના બીજા લગ્ન વિશે મોટી વાત કરી છે.

આ પણ વાંચો:પિતા-પુત્રોની આ જોડીએ ફરહાન-જાવેદ અખ્તર પહેલા લવ મેરેજ કર્યા હતા

રાખીએ કરી છરછા પ્રગટ

રાખી સાવંતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Rakhi Savant Instgram Account) પર અફસાનાના લગ્નના ઘણા વીડિયો શેર કર્યા છે. તેણે બંગડીઓ અને કળીઓ તોડતી વિધિનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહેતી જોવા મળે છે કે આ વર્ષે તે લગ્ન કરશે, જેમાં બધાએ આવવાનું છે. ડોનલ સહિત ત્યાં હાજર તમામ મહેમાનો આશ્ચર્યથી તેની સામે જોવા લાગે છે. ડોનાલ કહે છે કે, કલીરે રાખી પર પડશે અને તે ફરીથી રાખીના લગ્નમાં હાજરી આપશે.

ફેન્સે કરી આવી કોમેન્ટ...

રાખીના આ વીડિયો પર ફની કોમેન્ટ કરવામાં આવી રહી છે. તે જ સમયે, કેટલાક લોકો રાખીને આટલી ખુશ જોઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- 'કળીઓ તૂટી ગઈ કે અરમાન હજી ધરે રહી ગયા છે'.તો બીજા યૂઝરે લખ્યું- 'તમે કેટલા લગ્ન કરશો'. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું- 'આ નૌટંકીબાઝ આટલી જલ્દી રિતેશને ભૂલી ગઇ'.

રાખી સાવંત થઇ ઇમોશનલ

હાલમાં જ રાખી સાવંતનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડિયોમાં રાખી પોતાના અલગ થવા માટે પોતાને દોષી ઠેરવી રહી હતી. વીડિયોમાં રાખી કહે છે, 'હું કમજોર નથી. આઇ લવ યૂ દેશની જનતા. આઇ લવ યૂ મીડિયા, આઇ લવ યૂ રિતેશ, હંમેશા... મારું હૃદય તારા માટે ધડકે છે. આ બાદ રાખી રડવા લાગે છે અને આઇમ સોરી કહી કહે છે કે, આ મારી ભૂલ છે એમ કહી ચાલી જાય છે.

આ પણ વાંચો:Farhan Akhtar and Shibani Dandekar Wedding: ફરહાન-શિબાનીના વેડિંગની પહેલી તસવીર થઇ વાયરલ

ABOUT THE AUTHOR

...view details