- પંજાબના જાણીતા ગાયક દિલજાનનું માર્ગ અકસ્માતમાં થયું મોત
- રાત્રે 2 વાગ્યે અમૃતસરમાં જાંડિલા ગુરુ પાસે ઘટના બની હતી
- એક મોટી ટ્રોલી સાથે કાર ટકરાતા દિલજાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું
અમૃતસર:પંજાબના સુપ્રસિદ્ધ ગાયક દિલજાનનું સોમવાર અને મંગળવારની રાત્રે 2 વાગ્યે અમૃતસરના જંડિયાલા ગુરુ પાસે માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. જંડિયાલા ગુરુ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, દિલજાન તેની મહિન્દ્રા કેયૂવી 100 ગાડી (PB 08 DH 3665) માં જલંધરથી અમૃતસર આવી રહ્યો હતો. તે દરમિયાન, તેની કાર આગળ ચાલતી મોટી ટ્રોલી સાથે ટકરાઈ હતી. આથી, આ અકસ્માતમાં તેની કાર ભાંગી ગઈ હતી.
આ પણ વાંચો:મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં માર્ગ અકસ્માત-ચાર લોકોનાં મોત
ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો