- ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે(Famous Gujarati singer Aishwarya Majumdar) ઈનસ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં ઐશ્વર્યા 'રાધા રાની' (Radha Rani Song) ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે
- ઐશ્વર્યાના વીડિયોને અત્યાર સુધી 33 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે
અમદાવાદઃ ગુજરાતની કોયલ પ્રખ્યાત ગાયિકા ઐશ્વર્યા મજમુદારે (Famous Gujarati singer Aishwarya Majumdar) સોશિયલ મીડિયા (Social Media) પર ફરી એક વાર ધૂમ મચાવી છે. ગાયિકા ઐશ્વર્યાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે 'રાધા રાની' ગીત (Radha Rani Song) પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. જોકે, આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. મૂળ આ ગીત ગુજરાતી ફિલ્મ 'રોંગ સાઈડ રાજૂ'નું (Gujarati film Wrong Side Raju) છે. ઐશ્વર્યાએ શેર કરેલા વીડિયોમાં કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, આજ કી પેશકશ, આજ કા એન્ટરટેઈન્મેન્ટ ગોરી રાધા.
આ પણ વાંચોઃજાણો, હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર પરેશ રાવલ ગુજરાતી ફિલ્મોમાં 40 વર્ષ બાદ કઈ ફિલ્મથી કરશે કમબેક?