- બોલિવુડના પીઢ અભિનેત્રી સાયરા બાનુ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
- અભિનેત્રીના પરિવારના નજીકના મિત્ર ફૈઝલ ફારુકીએ માહિતી આપી હતી
- સાયરા બાનુની તબિયત બગડતાં 28 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં
ન્યૂઝ ડેસ્કઃ બોલિવુડના પ્રખ્યાત અને પીઢ અભિનેત્રી સાયરા બાનુની તબિયત બગડતાં તેમને 28 ઓગસ્ટે હોસ્પિટલમાં હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, પરંતુ આજે તેમની તબિયતમાં સુધારો આવતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો-બોલીવુડ અભિનેતા સોનૂ સૂદે કર્યો ખતરનાક સ્ટંટ, વિડીયો શેર કરતા આપી ખાસ ચેતવણી
સાયરા બાનુને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં
ફિલ્મ 'પડોસન'ના અભિનેત્રી સાયરા બાનુને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જેના કારણે તેમને 28 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. હાલમાં જ હિન્દુજા હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અભિનેત્રી હવે ICUથી બહાર છે અને તેમની તબિયત પણ સારી છે.
આ પણ વાંચો-વેનિસ ફેશન શોમાં મોસમે પણ કર્યું 'પાર્ટિસિપેટ', કરાના વરસાદ વચ્ચે જૂઓ રેમ્પવૉક
સાયરા બાનુ એક્યુટ કોરોનરી સિન્ડ્રોમથી પીડાતા હોવાનું જણાયું હતુંઆ પહેલા ગુરુવારે હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું હતું કે, હ્રદયની તપાસમાં તેમના એક્યુટ કોરોનરી સિન્ડ્રોમથી પીડાતા હોવાનું જાણવા મળ્યું હતું. ડોક્ટર સાયરા બાનોને કોરોનરી એન્જિયોગ્રામ (CAG) કરવા માગતા હતા, પરંતુ સાયરા બાનુએ તેના માટે મંજૂરી નહતી આપી.