ન્યૂઝ ડેસ્ક:ફાલ્ગુની પાઠકનો જન્મ (Falguni Pathak Birthday) મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો છે. તેણે નાનપણથી જ ગાવાનું શરૂ કર્યું હતું. તે તેના માતાપિતાની પાંચમી પુત્રી છે. ફાલ્ગુનીના માતા-પિતા 4 પુત્રીઓના જન્મ બાદ એક પુત્રની અપેક્ષા રાખતા હતા, પરંતુ તેમનું પાંચમું સંતાન પણ એક છોકરી હતું. આ બાદ તેના માતા-પિતાએ કર્યુ કઇક આવું..
જાણો શું કામ ફાલ્ગુની છોકરાની જેમ રહે છે
પાંચમાં સંતાનના રૂપમાં, જ્યારે એક દીકરીનો જન્મ થયો તો તેના માતા-પિતાના સપના પર પાણી ફરી વળ્યું હતું. આ બાદ ફાલ્ગુની એક છોકરાની જેમ રહેવાની જીવનશૈલીને તેને અપનાવી લીધી હતી. આ ઉપરાંત, એક બીજી ખાસ વાત એ છે કે, ફાલ્ગુનીના પિતા તેને ક્યારેય સિંગર બનાવવા ન માંગતા હતા. આ કારણે, જ્યારે ફાલ્ગુનીએ 9 વર્ષની ઉંમરે સ્ટેજ પર પોતાનું પહેલું પરફોર્મન્સ આપ્યું હતું. આ બાદ ફાલ્ગુનીના પિતાએ તેને માર માર્યો હતો.
આ પણ વાંચો:Film Pushpa Part 2 Shooting: લોકો હવે થશે ડબલ પાગલ, પુષ્પા પાર્ટ 2ને લઇને થયો ખુલાસો
ફાલ્ગુની પાઠકે બોલિવૂડની સાથે ગુજરાતી ગરબા પણ રમઝટ બોલાવી
ફાલ્ગુની હંમેશા છોકરાની જેમ જ રહે છે. તે છોકરીઓના કપડાં પહેરવાનું ટાળતી હતી. તે 'તા થૈયા' નામના બેન્ડ સાથે પણ જોડાયેલી હતી. ફાલ્ગુની પાઠક માત્ર સિંગર જ નહીં, પરંતુ પરફોર્મર પણ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. દર્શકોએ તેને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', 'સ્ટાર દાંડિયા ધૂમ', 'બા બહુ ઔર બેટી' જેવા શોમાં પણ જોઇ છે.
ફાલ્ગુનીએ પહેલું ગીત આ ઉંમરમાં આ હસ્તી સાથે રેકોર્ડ કર્યું હતુ