ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકી પર પૂજા ભટ્ટ અને સ્વરા ભાસ્કર થયા ગુસ્સે, જાણો શું કહ્યું? - ટિકટોકે સિદ્દીકીનું અકાઉન્ટ બંધ કરી દીધું

પૂજા ભટ્ટ અને સ્વરા ભાસ્કર જેવી અભિનેત્રીઓએ ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકીના એસિડ એટેક વીડિયોની ટીકા કરી છે. હવે વીડિયો શેરિંગ એપ ટિકટોકે પણ ફૈઝલ સિદ્દીકીનું અકાઉન્ટ બંધ કરી લીધું છે.

Faizal Siddiqui TikTok account banned for glorifying acid attack
ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકી પર લોકોનો ગુસ્સો, અકાઉન્ટ બંધ

By

Published : May 19, 2020, 7:55 PM IST

મુંબઈઃ ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકી મુશ્કેલીઓમાં પડી ગયો છે. જેની વિરુદ્ધ ટ્વિટર પર લોકોનો ગુસ્સોનો વધી રહ્યો છે. હાલમાં જ સિદ્દીકીએ મહિલા પર એસિડ એટેકનો ગુણગાન ગાતો વીડિયો બનાવ્યો હતો. જેના પર રાષ્ટ્રીય મહિલા આયોગે કાર્યવાહી કરી છે અને ટિકટોકે સિદ્દીકીનું અકાઉન્ટ બંધ કરી દીધું છે.

એક વાયરલ વીડિયોમાં સિદ્દીકી એક યુવતી પર પાણી ફેંકે છે, જેને એસિડ હોય એવું જણાવવામાં આવ્યું છે, ત્યારબાદ યુવતીનો ચહેરો ખરાબ થતો દેખાડાય છે. આ અંગે ભાજપના નેતા તેજેંદર પાલ સિંહ બગ્ગાએ રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન રેખા શર્માને ટૈગ કરીને આ મામલે ધ્યાન દોર્યુ હતું, ત્યારબાદ રેખા શર્માએ કહ્યું કે, આ મામલે ટિકટોક ઈન્ડિયા સુધી કાર્યવાહી થશે.

આ વીડિયોની ટીકા કરી એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલે રાષ્ટ્રીય મહિલા આયોગની કાર્યવાહી માટે આભાર માન્યો હતો. ફિલ્મ નિર્માતા પૂજા ભટ્ટે પણ આ અંગે ગુસ્સો વ્યક્ત કરતાં લખ્યું હતું કે, 'પૃથ્વી પરના લોકો સાથે શું ખોટું થયું? આ ખૂબ જ વિકૃત છે. ટિકટોક પ્લેટફોર્મ પર આવી સામગ્રીને કેવી રીતે મંજૂરી આપી શકાય? આ વીડિયોમાં રહેલી છોકરીને સમજણ જ નથી કે આ પ્રકારનાં વીડિયોનો ભાગ બનીને તે કેટલું નુકસાન કરી રહી છે.

અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ વીડિયોની ટીકા કરતા કહ્યું કે, હેલો ટિકટોક. તમે કેવી રીતે એવી સામગ્રીને મંજૂરી આપી શકો? જે સ્પષ્ટપણે મહિલાઓ વિરુદ્ધ હિંસાની ઉજવણી કરે છે અને ખોટી બાબતો શેર કરે છે.

પોપ્યુલર ટિકટોકર ફૈઝલ સિદ્દીકીના ટિકટોક પર 13.4 મિલિયન ફોલઅર્સ છે. ફૈઝલ સિદ્દીકી ટીમ નવાબના મેમ્બર અને ટિકટોકર આમિર સિદ્દીકિનો ભાઈ છે. આમિર હાલમાં જ એક વીડિયોને કારણે ચર્ચામાં આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, કેવી રીતે ટિકટોક યુટ્યુબથી શ્રેષ્ઠ છે. જેના જવાબમાં યુટ્યુબર કૈરી મિનાટીએ એક વીડિયો દ્વારા રોસ્ટ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details