ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'બાલા' ફિલ્મમાં ભૂમિના અભિનયને દર્શકોએ આવકાર્યો... - ભૂમિ પેડકર ન્યૂઝ

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર હાલમાં જ ફિલ્મ 'બાલા'માં જોવા મળી હતી. જેમાં તેણે એક શ્યામવર્ણ છોકરીની ભૂમિકા ભજવી છે. ભૂમિના આ પાત્રને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીના પાત્રમાં ન હોવા છતા તેના ઉમદા અભિનયથી તે દર્શકોમાં મનમાં અનોખી છાપ છોડે છે. જેથી ભૂમિના પાત્રને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

ભૂમિ

By

Published : Nov 10, 2019, 2:28 PM IST

અભિનેતા આયુષ્માન ખુરાના,યામી ગૌતમ અને ભૂમિ પેડનેકર દ્વારા અભિનિત ફિલ્મ 'બાલાને દર્શકોએ ઘણી પસંદ કરી છે. જેમાં ભૂમિના પાત્રને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં ભૂમિએ એક શ્યામવર્ણ છોકરીની ભૂમિકા ભજવી છે. જે આયુષ્માન ખુરાના સાથે હંંમેસા લડતી-ઝઘડતી જોવા મળે છે.

આ પાત્ર વિશે વાત કરતા ભૂમિ જણાવે છે કે, "બધા મને કહી રહ્યા છે કે, હું બહાદુર છું. એટલે હું આ ભૂમિકા ભજવી રહી છું. એક કલાકાર તરીકે કહું તો કોઈ પોતાની જાતને ક્યારે પણ ઉતરતી બતાવવા ઈચ્છતી નથી. પરંતુ જ્યારે તે જ વસ્તુ ફિલ્મના પાત્ર માટે જરૂરી બની જાય, ત્યારે અમારી માટે તે મહત્વપૂર્ણ બને છે. "

ફિલ્મના પાત્ર પસંદગી વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું હતું કે, "તે ક્યારે પણ વિચારતી નથી કે, તે સ્ક્રીન પર કેવી લાગશે. કારણ કે, તેની ફિલ્મની દ્રષ્ટિ અને તેના દ્વારા પસંદ કરવામાં આવેલી પાત્રમાં અસહમતિ હોઈ શકે. જે સહજ છે. આયુષ્માન ખુરાના સાથે મારી ત્રીજી ફિલ્મ છે. જેમણે દરેક ફિલ્મ અલગ અલગ ભૂમિકા બખૂબી રીતે ભજવી છે."

આમ, ભૂમિએ પમન દર્શકોની પ્રંશસા પ્રત્યે ખુશી વ્યકત કરતાં ભૂમિ ફિલ્મમાં થયેલાં રસપ્રદ અહેવાલની વાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details