ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વેડિંગ એનિવર્સરી પર હેમા-ધર્મેન્દ્રને ઇશાએ પાઠવી શુભેચ્છા

હેમા માલિની અને ધર્મેન્દ્ર, જે આજે પોતાની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. તેના આ ખાસ દિવસે તેમની પુત્રી ઇશા દેઓલે પ્રેમ ભર્યો મેસેજ મોકલ્યો છે.

Etv Bharat, Gujarati News, Esha, Hema-Dharmendra on wedding anniversary
Hema-Dharmendra on wedding anniversary

By

Published : May 2, 2020, 2:11 PM IST

મુંબઇઃ ઇશા દેઓલ તખ્તાનીએ ધર્મેન્દ્ર અને હેમા માલિનીને તેમની વેડિંગ એનિવર્સરી પર વિશ કર્યું હતું. અભિનેત્રીએ વેટરન કપલનો ખૂબસુરત ફોટો શેર કર્યો હતો અને પોતાના માતા-પિતા માટે એક હાર્ટ ટચિંગ નોટ લખી હતી.

શનિવારે, ઇશાએ ઘર્મેન્દ્ર અને હેમાનો એક જૂનો ફોટાની સીરિઝ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ખૂબ જ સુંદર ફોટામાં કૈપ્શન આપ્યું હતું કે, 'મારા ડાર્લિંગ પેરેન્ટ્સને વેડિંગ એનિવર્સિરીની ખૂબ શુભેચ્છા... મારા મમ્મી અને પપ્પા હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે, અનંત વર્ષો સુધી સાથે રહો, પ્રેમ, ખુશીઓ અને સ્વસ્થ રહો...@dreamgirlhemamalini @aapkadharaam લવ યૂ, ઇશા, ભારત, રાધ્યા અને મીયૂ...'

આ દરમિયાન હેમા માલિનીએ પણ ટ્વિટર પર ચાહકોને તેમની મનોહર ઈચ્છા માટે આભાર માન્યો છે. પોતાની અને ધર્મેન્દ્રનો ફોટો પોસ્ટ કરતાં તેમણે એક ટ્વિટમાં લખ્યું કે, 'ધરમ જી અને હું અમારી લગ્નની વર્ષગાંઠ પર આપ સૌને શુભેચ્છા પાઠવવા બદલ આભાર.

વધુમાં જણાવીએ કે, ધર્મેન્દ્રએ 1954 માં 19 વર્ષની વયે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા. દંપતીને બે પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ અને બે પુત્રીઓ વિજેતા અને અજિતા પણ હતા.

પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પછી, વેટરન સ્ટારે હેમા સાથે લગ્ન કર્યા, જેની સાથે તેની બે પુત્રીઓ ઈશા દેઓલ અને અહના દેઓલ છે.

ABOUT THE AUTHOR

...view details