ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'એ વાઈરલ વેડિંગ' લોકડાઉનમાં લગ્નનો માહોલ, ઈરોઝ નાઉની વેબ સીરિઝ - Eros Now

દેશભરમાં અમલી થયેલા લોકડાઉનને કારણે બધું અટકી ગયું છે. તે દરમિયાન ઇરોસ નાઉ એક અનોખી વેબ સિરીઝ 'એ વાયરલ વેડિંગ' રિલીઝ થવા તૈયાર છે. આ સીરિઝને ઘરે જ શૂટ કરવામાં આવી છે.

eros-now-filmed-in-lockdown-a-viral-shaadi-will-stream-from-today
'એ વાઈરલ વેડિંગ' લોકડાઉનમાં લગ્નનો માહોલ, ઈરોઝ નાઉની વેબ સીરિઝ

By

Published : May 9, 2020, 11:12 PM IST

મુંબઈઃ દેશભરમાં અમલી થયેલા લોકડાઉનને કારણે બધું અટકી ગયું છે. તે દરમિયાન ઇરોસ નાઉ એક અનોખી વેબ સિરીઝ 'એ વાયરલ વેડિંગ' રિલીઝ થવા તૈયાર છે. આ સીરિઝને ઘરે જ શૂટ કરવામાં આવી છે.

આ સીરિઝ આજથી ઑનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર જોવા મળશે. 'એ વાઈરલ વેડિંગ' ઈરોસ નાઉ દ્વારા બનાવાયેલી એક મનોરંજક વેબ સિરીઝ છે, જે સંપૂર્ણ રીતે લોકડાઉન દરમિયાન ઘરે શૂટ કરવામાં આવી છે. જેની વાર્તા દેશમાં ચમકદાર અને મોટા લગ્નની આસપાસ ફરે છે, જે એકદમ રસપ્રદ છે.

ઇરોઝ નાઉએ તેના સોશિયલ મીડિયા પર વેબ સીરિઝનું એક ટીઝર શેર કર્યું છે અને લખ્યું કે, "નમસ્કાર, નિશા અને ઋષભની ક્વૉરન્ટીન સ્પેશિયલ ઇ-શાદીમાં તમારું સ્વાગત છે. 9 મે સાંજે 5 કમ્પ્યુટરની સામે બેસોને જુઓ આ લગન."

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details