મુંબઈ:રાખી સાંવતે તેના ઇન્સટાગ્રામ અકાઉન્ટ (Rakhi Savant Instagram Account) પર તેના રિલેશનશિપને (Rakhi savant And Ritesh Relationship) લઇને એક માહિતી શેર કરી છે. તેણે સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરી કહ્યું છે કે, તે તેના પતિ રિતેશથી ડિવાર્સ લઇ રહી છે. વાંચો વધુ વિગતે..
રાખી સાંવતે પોસ્ટમાં લખ્યું...
રાખી સાંવતે પોસ્ટમાં લખ્યું- "પ્રિય ચાહકો અને શુભેચ્છકો, અમે તમને કહેવા માંગીએ છીએ કે હું અને રિતેશ એકબીજાથી અલગ થઇ રહ્યાં છીએ. બિગ-બોસ 15 બાદ અમારી વચ્ચે ઘણી બધી એવી વસ્તુઓ એવી બની જે અમારા નિયંત્રણ બહાર છે. અમે અમારા મતભેદોને દૂર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે અમે અમારૂં જીવન અલગથી વિતાવવાનું નિર્ણય લીધો છે. આ સાથે તેણે લખ્યું કે, હું ખુબ જ દુ:ખી છું કે આ બધુ 'વેલેન્ટાઇન ડે'ના એખ દિવસ પહેલા થયું. પણ નિર્ણ. તો લેવો જ રહ્યો. આશા છે કે, રિતેશ સાથે બધુ સારૂં છે. હાલ મારે મારા કામ પર ધ્યાન આપવું છે અને મારી જાતને ખુશ અને સ્વસ્થ રાખવાની છે. મને સમજવા અને ટેકો આપવા બદલ આપ સૌનો આભાર...રાખી સાવંત.