ગુજરાત

gujarat

ETV Bharat / sitara

COVID-19ના કારણે 52 વર્ષીય હૉલીવૂડ સિંગર એડમ શ્લેશિંગરનું મોત - ગાયક શ્લેસિંગરનું કોરોનાના કારણે મોત

કોરોના વાઈરસના કરાણે 52 વર્ષીય સિંગર એડમ શ્લેશિંગરનું બુધવારે મોત થયું હતું. વેટરન અભિનેતા ટૉમ હૈક્સે પોતાના ટ્વીટર પર 'ફાઉન્ટન ઑફ દ વેન'ના સભ્યની મોત પર શોક વ્યક્ત કરતાં પોસ્ટ મૂકી હતી.

Adam Schlesinger
Adam Schlesinger

By

Published : Apr 2, 2020, 11:16 AM IST

મુંબઈઃ છેલ્લા કેટલાય દિવસથી હૉસ્પિટલમાં કોવિડ-19ની સામે લડ્યા બાદ આખરે દમ તોડ્યો હતો. એમી વિજેતા ગાયક શ્લેસિંગરનું 50 વર્ષે કોરોના વાઈરસના કારણે મોત થયું છે.

લોકપ્રિય અભિનેતા ટૉમ હૈક્સને સોશિયલ મીડિયા પર 'ફાઉન્ટન ઑફ દ વેન'ના સભ્યની મોતની પુષ્ટી કરી હતી. સાથે જ તેઓએે સિંગરની મોત પર શોક વ્યક્ત કરતાં પોસ્ટ કરી હતી.

પોતે કોવિડ-19ની સારવાર લઈને આવેલા હૈક્સે લખ્યું હતું કે, એડમ શ્લેસિંગરને આપણે આ ભયંકર વાઈરસના કારણે ગુમાવ્યા છે. ખૂબ દુઃખની વાત છે.

નોંધનીય છે કે, ક્રેઝિ એક્સ ગર્લફ્રેન્ડ ગાયકે વ્યંગાત્મક ગીત લખીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

ABOUT THE AUTHOR

...view details